Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના 8 શહેરોમાં દર 4 કિ.મીએ એક અદ્યતન સરકારી સ્કૂલ બનાવીશું: મનિષ સિસોદિયા

manish sisodiya

વૃષિકા ભાવસાર

, મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (12:53 IST)
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. મનીષ સિસોદિયાએ અમદાવાદ આવીને ગુજરાતના મોટા શહેરો માટે જાહેરાત કરી છે. અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ સહિતના આઠ મહાનગરોમાં દર ચાર કિલોમીટર એક અદ્યતન સરકારી સ્કૂલ બનશે. સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓએ અસારવા વિધાનસભામાં કલાપીનગરથી અસારવા સુધી તેઓ પદયાત્રા- રેલી કરશે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.

દિલ્લીમાં આબકારી નીતિના કેસમાં તેઓની દિલ્લી CBI દ્વારા સમન્સ આપી તેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. AAP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા ગુજરાતમાં પ્રચાર ન કરી શકે માટે તેઓને જેલમાં મોકલવામાં આવશે.મનીષ સિસોદિયાએ ગુજરાતમાં મહાનગરો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દરેક મોટા શહેરોમાં ખાનગી સ્કૂલો આવેલી છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિત તમામ 8 મોટા શહેરોમાં દરેક 4 કિલોમીટરમાં એક શાનદાર સરકારી સ્કૂલ બનાવવામાં આવશે. આ સરકારી સ્કૂલો ખાનગી કરતા પણ સારી બનશે. એક જ વર્ષમાં અમે આ સ્કૂલો બનાવીશું. અમે આ બધું સ્ટડી કરી અને વાત કરી રહ્યાં છીએ. બાળકોના ભવિષ્ય માટે અમે આ કરી રહ્યાં છીએ. 27 વર્ષથી ભાજપે સ્કૂલો માટે કશું કર્યું નથી. અમને એક મોકો આપો. દરેક 8 શહેરોમાં દર 4 કિલોમીટર પર એક સ્કૂલ આપવાની ગેરેન્ટી આપીએ છીએ. આખો પ્લાન અમારો તૈયાર કરી દેવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pushya Nakshatra 2022: 18 ઓક્ટોબરના રોજ મંગલ પુષ્ય સાથે બની રહ્યો છે જોરદાર યોગ, રાશિ મુજબ જાણો કંઈ રાશિના લોકોએ શુ ખરીદવુ શુ નહી