Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જુથવાદ સામે આવ્યો, અસંતુષ્ટોએ કરી ડિનર ડિપ્લોમસી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જુથવાદ સામે આવ્યો, અસંતુષ્ટોએ કરી ડિનર ડિપ્લોમસી

વૃષિકા ભાવસાર

, સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:46 IST)
ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય તેમાં કોંગ્રેસમાં કકળાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે ત્રણેય પક્ષોમાં જૂથવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપનું એક અસંતુષ્ઠ જુથ ડિનર ડિપ્લોમસી કરીને વિરોધ દર્શાવી રહ્યું છે.રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ભાજપના અસંતુષ્ટોના એક જૂથે કરી ટિફિન બેઠક એટલે ડિનર ડિપ્લોમસીનું આયોજન કર્યુ હતુ. અરવિંદ રૈયાણીની સામે સંભવિત હરિફ દાવેદારોએ આ બેઠક કરી હતી. ચૂંટણીમાં દાવેદારીને લઇને આ બેઠક થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે તે માટે લોબિંગ ચાલુ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પૂર્વ વિધાનસભા વિસ્તાર બેઠક પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રબળ ઉમેદવારો છે અને જેમની દાવેદારી લગભગ નશ્ચિત માનવામાં આવી રહી છે. તેમાં અરવિંદ રૈયાણીનું નામ જ મોખરે ચાલી રહ્યુ છે. જો કે આ બધાની વચ્ચે ભાજપનું જ એક જુથ નારાજ જોવા મળી રહ્યુ છે. ગઇકાલે રાજકોટના સામા ખાતા વિસ્તારમાં જે ભાજપનું અસંતોષ જુથ છે તેમના દ્વારા ડિનર ડિપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં તમામ અસંતોષ જુથ અને જેમાંથી કેટલાક લોકો દાવેદાર પણ છે તેમના દ્વારા ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જે પૂર્વ ડેપ્યુટી મેયર છે વલ્લભ દુધાત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, કોર્પોરેટર મુકેશ રાદડિયા, દલસુખ જાગાણી સહિતના આગેવાનો કે જેઓ લેઉઆ પટેલ સમાજમાંથી પણ આવે છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના પૈકીના એકને ટિકિટ મળે તે માટેનું લોબિંગ શરુ કરવાને લઇને વ્યુહરચના બનાવવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઇને પૂર્વ વિસ્તારનો આંતરિક જુથવાદ સામે આવ્યો છે. આ અંગે ભાજપ પ્રદેશ કાર્યાલય કયા પ્રકારનો નિર્ણય લે છે અને કયા પ્રકારની ચર્ચા કરે છે તે જોવાનું મહત્વનું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીલીભીતમાં યુવકના મોતનો VIDEO: મોબાઈલ ચલાવતા ક્રોસ કરી રહ્યો હતો રોડ, કારે મારી ટક્કર