Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યુ, કુલ 53 ઉમેદવારો જાહેર કર્યાં

aam aadmi party
, સોમવાર, 17 ઑક્ટોબર 2022 (09:31 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિકોલમાં અશોક ગજેરા અને સાબરમતીથી જસવંત ઠાકોરને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ કુલ 53 ઉમેદવાર જાહેર કર્યા છે.વિધાનસભાની ચૂંટણીમાં મહિનાઓ પહેલાં ઉમેદવારોને જાહેરાત કરવાનું આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું છે. જનતાને પણ પોતાના ઉમેદવારને જાણવા સમજવા અને સંબંધો બનાવવા માટેનો સમય મળશે. મતદાર અને ઉમેદવારો વચ્ચે સંબંધ કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આપની પાંચમી યાદીમાં ભુજથી લઈને વ્યારા સુધી 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યની અલગ અલગ વિધાનસભા બેઠકો ઉપરથી આજે બાર જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં. અલગ અલગ ક્ષેત્રના લોકોને આમ આદમી પાર્ટીમાં જોડીને તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. નવા વિચાર સાથે અમારી પાર્ટી સામાન્યમાં સામાન્ય માણસને વિધાનસભામાં પહોંચવા માટેની તક આપી રહી છે. વ્યારા વિધાનસભા બેઠક પરથી બિપીનભાઈ ચૌધરીને જાહેર કરાયા છે.આ પહેલા સુધી 41 ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે. આજે કુલ 12 જેટલો ઉમેદવારોનાં નામ જાહેર થયાં છે. જેથી કુલ 53 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરની અલગ અલગ વિધાનસભાના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનાં નામ જાહેર કર્યાં છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે અમારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે. પહેલાં માત્ર ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ ઉમેદવારોનાં નામ જાહેર થતાં હતાં. પરંતુ અમે પહેલાંથી જ નામ જાહેર કરી દઈએ છે. જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે અને આ પ્રથા જે છે તે આમ આદમી પાર્ટી જ શરૂ કરી રહી છે.
 
ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
હિંમતનગર -    નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણ -    દોલત પટેલ
સાણંદ -    કુલદીપ વાઘેલા
વટવા -    બિપીન પટેલ
ઠાસરા -    નટવરસિંહ રાઠોડ
શેહરા -    તખ્તસિંહ સોલંકી
કાલોલ -    દિનેશ બારિયા
ગરબાડા -     શૈલેષ ભાભોર
લિંબાયત -    પંકજ તાયડે
ગણદેવી -    પંકજ પટેલ
અમરાઈવાડી -    ભરત પટેલ
કેશોદ - રામજીભાઇ ચુડાસમા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડીસામાં CM ની સભામાં યુવાન સ્ટેજ પર ચડી ગયો, કાર્યકરોએ ખેંચીને નીચે ઉતાર્યો