Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ શિવ મંદિર, શિવજીના પુત્રએ બનાવ્યું હતું મંદિર

Stambheshwar
, મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (21:00 IST)
આજે એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં  બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાવે કાવી-કંબોઇના નામે ગામમાં છે.  
webdunia
આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તરના ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી-ઓટના દિવસોમાં 2 વાર આ મંદિરને પોતાના જળમાં સમાહિત કરી લે છે અને થોડીવાર પછી ફરીથી શિવલિંગ જોવા મળે છે. આ મંદિર અરબ સાગરના બીચ કેમ્બે તટ પર બનેલું છે. 
webdunia
સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું. શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Badrinath Dham- ધરતી પર બેકુંઠની યાત્રા કરો ચાલો બદ્રીનાથ