Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર નેતા વિપક્ષ વિના રજૂ થશે બજેટ, આજે ભૂપેન્દ્ર સરકાર 2.0 કરી શકે છે મોટી જાહેરાત

cm bhupendra
, ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (13:03 IST)
ગુજરાત સરકારનું પ્રથમ બજેટ 2.0 આજે ગુજરાતમાં વિરોધપક્ષના નેતા વિના રજૂ થશે. રાજ્યમાં આજથી જ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે. આ દરમિયાન નાણામંત્રી સૌથી પહેલા વિધાનસભામાં પોતાનું બજેટ વાંચશે. જણાવી દઈએ કે ગયા વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બજેટમાં 18 થી 20%નો વધારો થઈ શકે છે. બજેટને વધારીને 2.90 લાખ કરોડની આસપાસ કરી શકાય છે.
 
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે. જોકે રાજ્ય સરકાર વિપક્ષનું પદ કોંગ્રેસને આપશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક પત્રમાં કોંગ્રેસને જવાબ આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા 10%થી ઓછી છે. વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે. આ રીતે કોંગ્રેસ પાસે આ વખતે 10% કરતા ઓછા ધારાસભ્યો છે. એટલા માટે તેમને વિપક્ષનું પદ ન આપી શકાય.
 
કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહે છે કે ગુજરાત વિધાનસભામાં આવો કોઈ નિયમ નથી. શાસક પક્ષ પછી જે પક્ષના ધારાસભ્યો સૌથી વધુ હોય તેને વિપક્ષનું પદ આપવામાં આવે છે. તે જ સમયે, ગુજરાત સરકાર આ વખતે વિધાનસભામાં અલગ-અલગ 10 બિલ પણ લાવી રહી છે, જેમાં આજે સરકાર સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દે બિલ લાવશે. આ બિલમાં પેપર લીકને લઈને કડક કાયદો બનાવવામાં આવશે. પેપર લીક મામલે પકડાયેલા આરોપીઓને 3 થી 10 વર્ષની સજા અને 1 કરોડ સુધીનો દંડ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નેશનલ એજ્યુકેશન પોલિસી: 6 વર્ષની ઉંમર પહેલાં નહી મળે એડમિશન, કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ