Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પત્ની-પુત્રવધૂ કરી રહ્યાં છે ભાજપનો પ્રચાર પણ પ્રભાતસિંહે કોંગ્રેસના મેન્ડેટ વિના જ ફોર્મ ભર્યું

congress
, બુધવાર, 16 નવેમ્બર 2022 (16:34 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂકયો છે. દરેક રાજકીય પક્ષના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર, નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. ત્યારે હવે પતિને હરાવવા માટે પત્ની અને પુત્રવધૂ પણ મેદાને પડ્યા છે.

તાજેતરમાં ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયેલા માજી સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણને આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટ આપવાનાં એંધાણ ચાલી રહ્યાં છે, પરંતુ ઉતાવળા પ્રભાતસિંહ તો કોંગ્રેસમાંથી મેન્ડેટ મળ્યા વિના જ ફોર્મ ભરી આવ્યા છે. ત્યારે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂ ભાજપના ઉમેદવારને જિતાડવા માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.સોમવારે વિધાનસભાની ચૂંટણી માટે કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસમાંથી મેન્ડેટ આપ્યા વગર પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું. ત્યારે બંને પાર્ટીમાંથી ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારો સામસામે આવી જતાં તેમણે એકબીજાને હાથ મળાવી જીતની શુભેચ્છાઓ પણ આપી હતી. મજાની વાત તો એ છે કે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂએ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આ વખતે કાલોલનું રાજકારણ જોરદાર ગરમાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપે પાંચમી યાદીમાં ત્રણ ઉમેદવાર જાહેર કર્યાં, કોંગ્રેસમાં 38 ઉમેદવારોનું કોકડુ ગૂંચવાયું