Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Election 2022 - ચૂંટણીમાં દારૂ ન વહેંચવા ચેતવણી

Gujarat Election 2022 - ચૂંટણીમાં દારૂ ન વહેંચવા ચેતવણી
, શનિવાર, 26 નવેમ્બર 2022 (21:22 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા સીટમાં આવતા સાવડા ગામના સરપંચે વીડિયો મારફતે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે.
 
સાવડા ગામના સરપંચે વીડિયોમાં કહ્યું કે "તમામ રાજકીય પક્ષોને જાણ કરું છુ કે, અમારા ગામના તમામ વર્ગના આગેવાનોએ નક્કી કર્યું છે કે, કોઈ પણ પક્ષ અમારા ગામમાં દારૂની વહેંચણી કરશે તો તેમને એક પણ મત મળશે નહીં. તમારે 10 % મત પીનારાના લેવાના હોય તો તમારે ગામના 90 % મત મળશે નહીં."
 
આ અંગે સાવડા ગામના સરપંચ હનુભા દાદુભા સોઢાએ જણાવ્યું કે, "અમારા ગામની વસ્તી અંદાજે 2500ની છે અને જેમાં 1400નું મતદાન છે."
 
"અમે ગામનાં દરેક ઘરની મહિલાઓના અભિપ્રાય લીધા બાદ ચૂંટણી લડતા તમામ પક્ષોને દારૂ ન વહેંચવાની ચેતવણી આપી છે."
 
તેમણે કહ્યું કે આ અંગે તેમણે પાટડી પોલીસ મથકમાં પણ લેખિત જાણ કરી છે કે 30 નવેમ્બરની રાત્રે ગામમાં એક પણ પક્ષના માણસો દારૂ લઈને ના આવે એ માટે સતત પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવે.
 
તેમણે કહ્યું કે આદમીઓ દારૂ ઢીંચીને પડ્યા રહે છે અને એમની મહિલાઓને ભોગવવાની નોબત આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોહલીના ટ્વીટ પછી લોકો કેમ તેમની 'રીટાયર્ડ' ની વાતો કરવા લાગ્યા?