Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનાં રમખામો પર અમિત શાહનુ મોટુ નિવેદન, જાણો શુ બોલ્યા ?

amit shah
, શુક્રવાર, 25 નવેમ્બર 2022 (19:09 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણીસભામાં કહ્યું કે ગુજરાતમાં પહેલાં અસામાજિક તત્ત્વો હિંસામાં સામેલ રહેતાં હતાં કેમ કે કૉંગ્રેસ એમને સમર્થન કરતી હતી, પણ જ્યારે 2002માં એમને 'પાઠ' ભણાવાયો તો એણે આ પ્રકારની હિલચાલ બંધ કરી દીધી. આ રીતે ભાજપે રાજ્યમાં 'કાયમી શાંતિ' સ્થાપી.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતના ખેડા જિલ્લાના મહુડામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીમાં શાહે કહ્યું, "ગુજરાતમાં 1995 પહેલાં કૉંગ્રેસના શાસનમાં ભારે સાંપ્રદાયકિ રમખાણો થતાં હતાં."
 
"કૉંગ્રેસ અલગઅલગ સમુદાયો અને જાતિઓને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. એવામાં રમખાણોથી કૉંગ્રેસે પોતાના મત મજબૂત કર્યા અને સમાજના એક મોટા વર્ગ સાથે અન્યાય કર્યો."
 
નોંધનીય છે કે ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન પર આગજનીની ઘટના બાદ આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધિની વિટંબણા !! લગ્ન થયા હતા એ જ મંડપમાં મુકવામાં આવી વરરાજાની અર્થી, લગ્નના 6 દિવસ બાદ જ છિનવાય ગયુ સેંથાનૂ સિંદૂર