ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. સવારે આઠ વાગ્યાથી લોકો લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે. લોકોમાં મતદાનને લઈને જુસ્સો જોવા મળી રહ્યો છે. પોલિંગ સેશન જે ક્રિટીકલ છે ત્યાં પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 327 બુથી પર માઈક્રો ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. 483 એવા બુથ છે જેની અંદર અને બાર વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. 232 એવા બુથ છે જ્યાં લાઈવ કાસ્ટિંગ થઈ રહ્યું છે. શહેરમાં અમુક સીટો એવી છે
જે ગ્રામ્ય જિલ્લા સાથે જોઈન્ટ છે જેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 498 બિલ્ડીંગ સંવેદનશીલ છે. કુલ 8665 ગુનેગાર વિરુદ્ધ પગલાં લેવાયા છે. ચૂંટણી દરમિયાન 7000 હથિયાર જમા લેવામાં આવ્યાં છે. હાલ 11 ચેકપોસ્ટ કાર્યરત છે. 41 ફ્લાઈંગ સ્ક્વોર્ડ છે. સાથે 49 જગ્યા પર ટીમો કાર્યરત છે. જે 3 શિપમાં ટીમો કામ કરશે. 3200 પોલીસ, 4000 હોમ ગાર્ડ, 3000 જેઆરડી, 311 સેક્ટર પોલીસ વેન ફરતી રહેશે. સંવેદનશીલ વિસ્તાર કામરેજ, વરાછા, લિંબાયત, અમરોલી જેવી જગ્યાઓ પર 15 જેટલી ટીમ હાજર રહી છે. ચૂંટણી જાહેર થઇ ત્યારથી નોન વેલેબલ વોરેન્ટમાં 90 ટકાના વોરેન્ટ જાહેર થયા છે. કોઈ તત્વ એવો બહાર ના રહે જેનાથી લોકોને ધમકાવી ને વોટ કરાવે,તમામ નાગરિકોને કમિશનરની વિનંતી કે આ મતદાનને સફળ બનાવે અને કાયદાનો પાલન કરે.