Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં આમ આદમી પાર્ટીએ પુર્વ બેઠક પર લઘુમતિ ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રસમાં ચિંતા

સુરતમાં આમ આદમી પાર્ટીએ પુર્વ બેઠક પર લઘુમતિ ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રસમાં ચિંતા
, શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:12 IST)
સુરતની મુસ્લિમ મતદારોના પ્રભુત્વ ધરાવતી પુર્વ વિધાનસભા બેઠ પર ભાજપે પહેલી યાદીમાં ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલા સુરત પુર્વ બેઠક પર આમ આદમી પાર્ટીએ લઘુમતિ ઉમેદવાર જાહેર કરી દેતાં કોગ્રસમાં ચિંતાનું વાતાવરણ થઈ ગયું છે. સૌથી વધુ મુસ્લીમ મતદારો ધરાવતી પુર્વ વિધાન સભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઉમેદવાર જાહેર કર્યા નથી તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીનું નામ જાહેર કરી દીધું છે.

પુર્વ વિધાનસભા બેઠક પર મુલતાનીનું નામ જાહેર થતાં કોંગ્રેસના નેતાઓમાં ચિંતા થઈ ગઈ છે. આ બેઠક પર મુસ્લીમ મતદારોનું વિભાજન થતાં આ બેઠક પર ભાજપને ફાયદો થાય તેવો ઈતિહાસ છે. આ પહેલાં આ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રસ લઘુમતિને ટીકીટ ન ફાળવે તો મત નહીં તેવા બેનર લાગ્યા હતા. તે ચિંતા દુર થાય તે પહેલાં જ આપે લઘુમતિને ટીકીટ ફાળવ્યા બાદ આ મતોનુ વિભાજન થાય તેવી શક્યતા વધી જતાં કોંગ્રસને થોડી ચિંતા થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપે જાહેર કરેલી યાદીમાં 70માંથી 16નામ પાટીદારોના, કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોને લોટરી લાગી