Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJPમાં સામેલ થવાની અફવા પર બોલ્યા વાઘેલા - હુ કોંગ્રેસી છુ અને કોંગ્રેસી રહીશ

BJPમાં સામેલ થવાની અફવા પર બોલ્યા વાઘેલા - હુ કોંગ્રેસી છુ અને કોંગ્રેસી રહીશ
, મંગળવાર, 16 મે 2017 (12:50 IST)
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યુ છે કે તે બીજેપીમાં સામેલ નથી થઈ રહ્યા. તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે તેઓ કોંગ્રેસી છે અને કોંગ્રેસી રહેશે. વાઘેલાએ કહ્યુ કે તેમની વાતને ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે. સાથે જ તેમને પાર્ટી નેતૃત્વ પર કોઈપણ પ્રકારનું દબાણ બનાવવાની કોશિશ પણ કરી નથી. 
 
રાહુલ ગાંધી સાથે નારાજગી અને ટ્વિટરને લઈને ઉઠેલા વિવાદ પર પણ વાઘેલાએ સ્પષ્ટ કહ્યુ. બીજેપીને લઈને પોતાના એકાઉંટથી ટ્વિટ્સ ડિલીટ કરવા પર તેમણે કહ્યુ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ નકારાત્મકતા ઈચ્છતા નથી. તેથી આ પગલુ ઉઠાવ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે  એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગી શકે છે. આ વાતની આશંકા એ વાત પરથી લગાવાય રહી હતી કારણ કે સૂત્રો મુજબ વાઘેલા ટોચના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે. નારાજગીની પુષ્ટિ આ વાત પરથી થઈ જ્યારે તેમણે ટ્વિટર પરથી પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અનફોલો કરી દીધુ હતુ. 
 
આ સાથે જ તેમને પાર્ટીના બીજા વરિષ્ઠ નેતાઓને પણ અનફોલો કરી દીધુ. વાઘેલાના આ પગલા પછી એવા કયાસ હતા કે વાઘેલ ઘરવાપસીની તૈયારી કરી રહ્યા છે અને તેઓ એકવાર ફરી ભાજપામાં પરત ફરવાની તૈયારીમાં છે. 
 
જો કે કેટલાક લોકોનુ માનવુ છે કે આ કોંગ્રેસ આલા-કમાન પર દબાણ બનાવવાની રણનીતિનો જ એક ભાગ છે. ગયા મહિને કોંગ્રેસ પાર્ટીના 36 ધારાસભ્યોએ વાઘેલાને પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ પાસે ગુજરાતમાં 57 સીટો છે.  જો કે ગુજરાત પ્રભારી અશોક ગહલોતે સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરવાનો ઈંકાર કર્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદારોથી ભાજપ સરકાર ડરી ગઈ, સોશિયલ મીડિયા પર નજર રાખવા કોનો ઉપયોગ કર્યો?