Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વખતે ભાજપ સરકારને રામ બનીને પાડી દેવાની છે - હાર્દિક પટેલ

આ વખતે ભાજપ સરકારને રામ બનીને પાડી દેવાની છે - હાર્દિક પટેલ
, મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (11:48 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદના નવા નિકોલ ખાતેની સભાની શરૂઆત પહેલા સવારથી 9 વાગ્યાથી લઇને 52 કિલોમીટરના રોડ શોમાં હાર્દિકે મોટી જન મેદની જોડાઇ તે માટે પાટીદાર સમાજનો સાથ માન્યો હતો. પાટીદારોએ હવે અમદાવાદની સભામાં 16 બેઠકો પર ભાજપને હાકી કાઠવા માટે આહવાન કર્યું હતું. હાર્દિકે  મોદી પર પ્રહારો કર્યા હતા. અને કહ્યું કે પાકિસ્તાન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને શુ લેવા દેવા છે. મોદી સાહેબ વિકાસની વાતો કરે છે. નોટબંધી કરવા પાછળનું કારણ વેપારીઓને હેરાન કરવાનું હતું

આ પાટીદારોની લડાઇ નથી 6 કરોડ ગુજરાતીઓએ પોતાની તાકાત બતાવાની જરૂર છે. આપણી માંગ શુ છે એની ઉપર કોઇ ચર્ચા નથી. કેશુબાપાની સભામાં પણ 5 લાખ લોકો આવતા હતા.  આપણે એવી ભૂલ નથી કરવાની આપણે તો પાડી દેવાના છે. લાખો અને કરોડો રૂપિયા આપીને શિક્ષણ વેચાઇ રહ્યું છે. ગામડાની જમીન છોડીને શહેરમાં આવવું પડે છે. રોજગારી અને બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કયો વિકાસ થયો છે. વિકાસનો મતલબ એ થાય છે, કે બાળકોને મફત શિક્ષણ મળી શકે રૂપિયા આપ્યા વગર રોજગારી મળે તે વિકાસ કહેવાય
ભાજપનો ખેસ હશે તો જ FIR લેવામાં આવશે. અને તો જ સાતબારના ઉતારા મળશે.  18 તારીખે રીઝલ્ટ બરાબર નહિ આવ્યું તો ફરી 14 વર્ષ માટે મને જેલમાં ધકેલી દેવામાં આવશે તો હુ તૈયાર છું. ઘાટલોડિયા અને નારણપુરા ગમે તેનો ગઢ હોય પણ આ જનતા સાથે રેલી કરી અને લોકો જોતા પણ રહી ગયા. જનતા પર અત્યાચાર કરવાનો મોકો હવે આ સરકારને નહિ મળે હવે તો આ તાનાશાહ સરકારને બદલવી પડશે. નોકરીઓ પૈસાથી મળવા લાગી છે. તલાટી અને પી.એસ.આઇની ભરતીમાં 50-50 લાખ રૂપિયા આપીને નોકરી મળે છે.
વિકાસ તો વડાપ્રધાન મોદી અને સ્મુતી ઇરાનીનો થયો છે. મોદી સાહેબ 1.50 લાખ રૂપિયાનો શૂટ પહેરે છે.અને સ્મૃતિ ઇરાની 2 લાખની સાડી પહેરે છે. આ કોનો વિકાસ કહેવાય એ જનતા સમજે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ફેકું કહીને મજાક ઉડાવી હતી. આપણે રામ બનીને આ ભાજપ સરકાર જેવા રાવણને હવે મારી નાખવાનો સમય આવી ગયો છે. છેલ્લે મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલુ કરીને ભાજપને મત નહિ આપવાના લપથ લેવડ્યા હતા
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat election- કોંગ્રેસના અધ્યક્ષ થયા બાદ રાહુલ ગાંધીએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં