Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વણઝારાને ટિકીટ આપશે

ભાજપ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વણઝારાને ટિકીટ આપશે
, સોમવાર, 6 નવેમ્બર 2017 (12:47 IST)
ત્રાસવાદના મુદ્દાને ચૂંટણીના સેન્ટર સ્ટેજ પર લાવવાના હેતુથી ભાજપ હુકમનું પત્તુ ઉતરે તેવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આધારભૂત સુત્રોનું કહેવું છે કે. એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ તરીકે જાણીતા તથા ફેક એન્કાઉન્ટર કેસમાં દોષિત આઈપીએસ ઓફિસર ડી.જી.વણઝારાને ભાજપ ટીકીટ આપી શકે છે. આવનારા દિવસોમાં વણઝારા ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી આવે તેમ છે. જો આમ થાય તો અત્યાર સુધીમાં પોતાના આક્રમક વલણને કારણે ભાજપને ડીફેન્સીવ મોડ પર લાવનારી કોંગ્રેસ માટે એક પ્રકારનો ટ્રેપ તૈયાર થશે. 

છેલ્લા 22 વર્ષમાં કદાચ પ્રથમવાર એવું થઇ રહ્યું છે કે, ભાજપ રાજયની વિવિધ જાતિઓ તરફથી ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યું છે.  સોશીયલ મિડીયા પર વિકાસનો મુદ્દો એક મજાક બની ગયો છે. રાજયના ખેડૂતો, પાટીદારો, ઠાકોરો, કોળીઓ, દલિતો અ્ને આદિવાસીઓ ઉપરાંત આશા વર્કરો અને ફીક્સ તેમજ કોન્ટ્રાકટ પર કામ કરનારા લોકો સરકારની નિતીઓનો ખુલ્લીને વિરોધ કરી રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપ માટે એવો મુદ્દો હાથમાં હોવો જરૂરી છે કે જેનાથી ગુજરાતની જનતા સાથે સીધુ કનેક્ટ કરી શકાય. સોહરાબુદ્દીન, ઇશરત જહાં વિગેરે એન્કાઉન્ટર કેસમાં જેમના પર આરોપ લગાવાયા હતા તે ડી.જી.વણઝારા હવે સોરહાબુદ્દીન એન્કાઉન્ટરમાં ઓગસ્ટ 2017માં આરોપ મુકત થઇ ગયા છે. વણઝારા પોતાને ગૌરવભેર આ સ્થિતિ ઉભી થાય તો કોંગ્રેસ ફીક્સમાં મુકાઇ શકે છે, કારણ કે, વણઝારા પર લાગેલા એન્કાઉન્ટરના આરોપો અને તે સંબધિત અન્ય ભાજપના નેતાઓ અંગે સામા પ્રહારો કરવાનું શરૂ કરે તો ભાજપ ફરી એકવાર મતોનું ધ્રુવિકરણ કરવામાં સફળ થાય તેવા સંજોગો વધુ પ્રબળ થઇ જાય તેમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણ બસસ્ટેન્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ