Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોર્સ ટ્રેડિંગ મામલે પાટીદાર સાક્ષીનું નિવેદન . ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમને ધમકી આપી હતી

હોર્સ ટ્રેડિંગ મામલે પાટીદાર સાક્ષીનું નિવેદન . ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમને ધમકી આપી હતી
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (19:05 IST)
મહેસાણા PAAS  કન્વિનર નરેન્દ્ર પટેલને ભાજપ દ્વારા કથિત રીતે એક કરોડ રૂપિયાની ઓફર આપી પહેલા તબક્કામાં દસ લાખ રૂપિયા આપવા મામલે ગાંધીનગર કોર્ટમાં દાખલ કરાયેલ કેસ મામલે આજે પોતાનો એક સાક્ષી રજૂ કર્યો હતો જેમાં સાક્ષીએ સોગંદનામુ કરી જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કહેવાથી વરુણ પટેલે તેમની હાજરીમાં નરેન્દ્ર પટેલને દસ લાખ રૂપિયા આપ્યા હતાં. મીડિયા સાથે વાત કરતા નરેન્દ્ર પટેલના સાક્ષી સાર્થક પટેલે જણાવ્યું હતું કે 21-10-2017ના રોજ વરુણ પટેલે અવારનવાર ફોન કર્યા હતાં. પરંતુ સામાજીક કામ હોવાથી અમે ગયા ન હતાં.

બીજા દિવસે અમે 22 તારીખે અમે તેમના ઘરે ગયા હતાં અને જ્યાં તેમણે અમને ભાજપમાં જોડાવાનુ કહ્યું હતું. ત્યાર બાદ સાંજે અમને ઇન્ફોસિટી બોલાવ્યા હતાં અને ત્યાથી જીતુ વાઘાણીના ઘરે લઇ ગયા હતા. ત્યાંથી શાંતિ નિકેતનમાં લઇ ગયા અને ત્યા એક રૂમમાં મીટિંગ કરી હતી ત્યાં જીતુ વાઘાણીએ ધાક-ધમકી આપી હતી. જેથી અમે ગભરાઇ ગયેલા હતા અને અમારી પાસે બળજબરીથી પત્રકાર પરિષદ સંબોધવામાં આવી. જ્યાર બાદ જીતુ વાઘાણીના કહેવાથી વરુણ પટેલે ટોકન રૂપે દસ લાખ લાખ રૂપિયા આપ્યા અને બીજા રૂપિયા મુખ્યમંત્રી વિજય રૂપાણી બીજા દિવસે ખેસ પહેરાવે પછી આવાના કહ્યા હતાં. શાંતિનિકેતનમાં થયેલ મીટિંગમાં મારી અને નરેન્દ્ર પટેલની સાથે ભરત પંડ્યા, ઋત્વિજ પટેલ, વરુણ પટેલ, રવિ પટેલ અને મહેશ દાઢી હતાં. જ્યાર બાદ વરુણ પટેલે હું અને નરેન્દ્ર પટેલ એમ ત્રણ જ લોકો હતાં ત્યારે દસ લાખ રૂપિયા આપ્યા હતાં. મહેસાણા PAAS કન્વિનર નરેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા જીવને જોખમ છે પરંતુ પાટીદાર સમાજ મારી સાથે છે. ભાજપમાં જોડાવા દસ લાખ રૂપિયાની ઓફરના કેસના મામલે જે કંઇ પુરાવા આપવા પડશે તે બધા કોર્ટમાં રજૂ કરીશ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 150 ઈમ્પોસિબલ - ખુદ સીએમ વિજય રૂપાણી સીટ બદલવા મજબૂર થયાની ચર્ચાઓ