Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વકીલ કાળા કોટ શા માટે પહેરે છે

વકીલ કાળા કોટ શા માટે પહેરે છે
, બુધવાર, 20 જુલાઈ 2022 (16:07 IST)
વર્ષ 1961માં ભારતમાં એડવોકેટથી સંકળાયેલા કેટલાક નિયમ બનાવ્યા હતા જેના હેઠણ વકીલોને કાળા કોટ પહેરવુ ફરજીયાત કરાયો હતો. જે પછીથી ભારતના બધા વકીલ કાળા કોટ પહેરીને જ કેસ લડે છે. તે સિવાય કાળા કોટની ડ્રેસને વકીલોમાં અનુશાસન અને આત્મવિશ્વાસનો પ્રતીક ગણાય છે. આ ડ્રેસ વકીનોને જુદી ઓળખ અપાવે છે. 
 
ભારતમ તો વર્ષ 1961ને આ નિયમ બનાવ્યો હતો પણ વિદેશની વાત કરીએ તો તેનો ઈતિહાસ ખૂબ જૂનો છે. જ્યારે ઈંગ્લેંડના કિંગ ચાર્લ્સની મૃત્યુ થઈ હતી ત્યારે તેની શોક સભામાં બધા વકીલ કાળા કોટ પહેરીને ગયા હતા. તે પછી વિદેશોમાં પણ એડવોકેટને બ્લેક કોટ પહેરવો ફરજીયાત કરી નાખ્યુ હતો. 
 
તમને જણાવીએ કે કાળા રંગનો સંબંધ આજ્ઞાપાલન, પેશી અને અધીનથી પણ હોય છે તેની સાથે બ્લેક કલરને તાકાત અને અધિકારનો પ્રતીક ગણાય છે. ઈંગ્લેડમાં કાળો રંગ પ્રોફેશન માટે ખૂબ લોકપ્રિય ગણાય છે. તેથી ઘણા વિશેષ સભામાં મોટા અધિકારીઓ કાળા રંગની ડ્રેસ પહેરીને હાજર રહે છે. 
 
જ્યારે વકીલો કોર્ટમાં પોતાની વચ્ચે દલીલ કરે છે તો પરસેવાથી રેઝબેઝ થઈ જાય છે કારણ કે કાળા રંગ ગર્મીને શોષી લે છે તેથી કાળા કોટ વકીલના શરીરથી નિકળતી ગરમીને શોષવામાં મદદ કરે છે. કાળા કોટ પહેરવાથી એડવોકેટના ગરમી સહન કરવાની શક્તિ વધે છે. 
 
કાળા રંગ તે અંધત્વનું પ્રતીક છે, તેથી કાયદાને આંધળો માનવામાં આવે છે. અંધ વ્યક્તિ ક્યારેય પક્ષપાત કરી શકતો નથી, તેથી વકીલો કાળા કોટ પહેરે છે. જેથી તે પણ અંધ વ્યક્તિની જેમ પક્ષપાત વિના સત્ય માટે લડી શકે. જેથી કોર્ટમાં સત્યને પ્રોત્સાહન મળે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Facial Benefits- - ફેશિયલથી મળે છે આ 9 જબરદસ્ત ફાયદા