Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tirupati temple- તિરૂપતિ મંદિરની પાસે છે 2.26 લાખ કરોડની સંપત્તિ, ટ્રસ્ટએ કહ્યુ 10.3 ટન સોનુ અને 16 હજાર કરોડ રૂપિયા બેંકોમાં

Tirumala
, સોમવાર, 7 નવેમ્બર 2022 (13:14 IST)
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) એ પહેલીવાર મંદિરની કુળ સંપત્તિની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટસ મુજબ શનિવારે શ્વેત પત્ર રજૂ કર્યો છે જેમાં જણાવ્યુ કે મંદિરનુ આશરે 5300 કરોડનુ 1.3 ટન સોનુ અને 15,938 કરોડ રોકડ રાષ્ટ્રીયકૃત બેંકમાં છે. મંદિરની કુળ સંપત્તિઅ 2.26 લાખ કરોડની છે. 
 
2019 પછી સોના અને રોકડમાં વૃદ્ધિ થઈ 
ટ્રસ્ટના કાર્યકારી અધિકારી એવી ધર્મ રેડ્ડીએ જણાવ્યુ કે વર્તમાન ટ્રસ્ટ બોર્ડએ 2019થી તેમની ઈંવેસટેમેંટ ગાઈડલાઈંસને મજબૂત કર્યો છે. 2019માં ઘણા બેંકોમાં 13,025 કરોડ 
 
રોકડ હતો. જે વધીને  15,938 કરોડ થઈ ગયો છે. ગયા ત્રણ વર્ષની ઈંવેસ્ટમેંટમાં 2,900 કરોડની વૃદ્ધિ થઈ છે. તેમજ ટ્ર્સ્ટના શેયર કરેલ બેંલ વાઈસ ઈંવેસ્ટમેંટમાં 2019માં 
 
TTD ની પાસે  7339.74 એકત્ર હતો, જે ગયા ત્રણ વર્ષમાં 2.9 ટન વધી ગયો. 
 
આંધ્ર સરકારની સિક્યોરિટી પર ફંડ ઈંવેસ્ટ કરવાનુ દાવો 
TTD એ કેટલાજ સોશિયલ મીડિયા રિપોર્ટસને ખોટુ જણાવ્યુ, જેમાં દાવા કરાઈ રહ્યા હતા કે ટ્રસ્ટના ચેયરમેન અને બોર્ડએ ફંદ આંધ્ર પ્રદેશની સિક્યોરિટીઝ પર ઈંવેસ્ટ કર્યો છે. 
TTD જણાવ્યું હતું કે આ કરવામાં આવ્યું નથી, તેના બદલે બાકીના ભંડોળનું રોકાણ શિડ્યુલ્ડ બેંકોમાં ઈંવેસ્ટ કરાય છે.
 
એક પ્રેસ રિલીઝ રજૂ કરેલ ટ્રસ્ટએ કહ્યુ કે શ્રીવારીના ભક્તોથી અનુરોધ છે તે આ રીતના ઝૂઠા પ્રચાર પર વિશ્વાસ ન કરવું. બેંકમાં એક્ત્રકરેલ રોક્ડ અને સોનાનુ ઈંવેસ્ટમેંટસ ખૂબજ પારદર્શી અને સાચી રીતે કરાય છે. 
 
કોરોના પછી અહીં દર્શન માટે ભક્તોની સંખ્યા ઓછી કરી નાખી છે છતાંય બધા મંદિરો કરતા રિરૂમાલા મંદિરને સૌથી વધારે દાન મળ્યો હતો. 7 હજાર 123 એકડમાં ફેલાયેલી કુળ 960 પ્રાપર્ટીઝ 
 
દાનની બાબતમાં દુનિયાનુ સૌથી અમીર મ6દિર આંધ્ર પ્રદેશનુ તિરૂમાલા મંદિર જ છે. મંદિરની પાસે જુદા-જુદા જગ્યાઓમાં 7 હજાર 123 એક્ડમાં ફેલાયેલી કુળ 960 પ્રાપર્ટીઝ છે. અહીં ચાંદીથી લઈને કીમતી પત્થર, સિક્કા, કંપની શેર અને પ્રાપર્ટી જેવી વસ્તુઓ પણ દાન કરાય છે. 
 
શ્રી વેકટેશ્વર મંદિર સમુદ્રથી 3200 ફીટ ઉંચાઈ પર સ્થિત તિરૂમાલાની પહાડો પર બનેલો છે. ભારતના સૌથી અમીર મંદિર છે તિરૂપતિ બાલાજી મંદિર દક્ષિણ ભારતના બધા મંદિર તેમની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. પણ તિરૂપતિ બાલાજી મંદિર સૌથી વધારે લોકપ્રિય છે. તિરૂપતિ બાલાજીનુ મંદિર આંદ્રપ્રદેશન 
ચિત્તૂર જીલ્લામાં છે. આ મંદિરને સૌથી અમીર મંદિર ગણાય છે કારણ કે અહીં દરરોજ કરોડો રૂપિયાનુ દાન આવે છે. તે સિવાય પણ બાલાજી મંદિરથી સંકળાયેલી ઘણી એવી વાતોં છે જે સૌથી અનોખી છે આવો તે ખાસ વાતોં વિશે જાણીએ છે.
 
અહીં વાળના દાન જ કરાય છે 
તિરૂપતિ બાલાજી મંદિરમાં પુરૂષ અને મહિલાઓ બન્ને જ તેમના વાળનુ દાન કરે છે. માન્યતા છે કે જે માણસ તેમના મનથી બધા પાપ અને બુરાઈઓને અહીં છૉડી જાય છે તેમના બધા દુખ દેવી લક્ષ્મી દૂર કરે છે. તેથી અહીં તમારી બધી બુરાઈઓ અને પાપના રૂપમાં લોકો તેમના વાળ છોડી જાય છે. 
 
ભક્તોને નહી અપાય છે તુલસી 
બધા મંદિરોમાં ભગવાનને ચઢાવેલ તુલસી પત્ર પછી પ્રસાદના રૂપમાં ભક્તોને અપાય છે. બીજા વૈષ્ણવ મંદિરની રીતે અહીં પર પણ ભગવાનને દરરોજ તુલસી ચઢાવાત છે પણ તેને  ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં નથી આવે. પૂજા પછી તે તુલસી પત્રને મંદિરમાં સ્થિત કૂંવામાં નખાય છે. 
 
મંદિરથી 23 કિલોમીટર દૂર એક ગામ છે તેમાં બાહરના માણસને એંટ્રી નથી. ત્યાં લોકો નિયમથી રહે છે અને ત્યાંથી લાવેલા ફૂલ,દૂધ, ઘી, માખણ જ ભગવાનને ચઢાવાય છે. 

પ્રભુ વેંકટેશ્વર ભગવાન વિષ્ણુનો અવતાર છે, એવુ માનવુ છે કે ભગવાન વિષ્ણુએ થોડા સમય માટે સ્વામી પુષ્કરણ નામના સરોવર કાંઠે નોવાસ કર્યો હતો. 
 
માત્ર શુક્રવારે હોય છે આખી મૂર્તિના દર્શન 
મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. પ્રથમ દર્શન વિશ્વરૂપ કહેવયા છે કે સવારના સમયે થાય છે. બીજુ દર્શન બપોરે અને ત્રીજુ દર્શન રાત્રે હોય છે. ભગવાન બાલાજીની આખી મૂર્તિના દર્શન માત્ર શુક્રવારે સવારે અભિષેકના સમયે જ કરાય છે. 
 
ભગવાન બાલાજીએ અહીં આપ્યા હતા રામાનુજાચાર્યને સાક્ષાત દર્શન 
અહીં બાલાજીના મંદિરના સિવાય બીજા પણ ઘણા મંદિર છે જેમ - આકાશ ગંગા, પાપનાશક તીર્થ, વૈકુંઠ તીર્થ, જલવિતીર્થ, તિરુચ્ચનૂર આ બધી જગ્યાઓ ભગવાનની લીલાઓથી સંકળાયેલી છે. કહેવાય છે કે શ્રી રામાનુજાચાર્યજી લગભગ દોઢસો વર્ષ સુધી જીવ્યા અને આખી જીંદગી ભગવાન વિષ્ણુની સેવા કરી, જેના પરિણામ સ્વરૂપ તે અહીં આવ્યા.ભગવાને તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં રોજ ખાવ થોડી મગફળી, પ્રોટીન મળશે ભરપૂર અને બીમારીઓ રહેશે દૂર