Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Devshayani Ekadashi 2022: 117 દિવસ સુધી યોગ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ, જાણો આની પાછળનુ રહસ્ય

Devshayani Ekadashi 2022: 117 દિવસ સુધી યોગ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ, જાણો આની પાછળનુ રહસ્ય
, ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:48 IST)
Devshayani Ekadashi Mystery: દર મહિને બંને પક્ષમાં  આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવુ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. અને કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવ સે  જાગે છે.
 
આ ચાર મહિનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં છે. એટલું જ નહીં, શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ભગવાન શ્રી હરિ ચાર મહિના શયનકાળમાં જવાનું કારણ શું છે?  આવો જાણીએ.. 
 
 
117 દિવસમાટે કેમ સૂઈ જાય છે ભગવાન શ્રી હરિ  ?
 
આ ચાર માસ એટલે કે ચાતુર્માસને વર્ષાઋતુ કહેવામાં આવે છે. આ વરસાદી મોસમ દરમિયાન વિશ્વમાં પૂરનું જોખમ ખૂબ જ વધી જાય છે. આ દરમિયાન અનેક પ્રકારના પ્રલય થાય છે. સાથે જ સૂર્ય આ સમયે દક્ષિણ તરફ આગળ વધે છે અને કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિનું  નિશાન કરચલો છે. કહેવાય છે કે કરચલો સૂર્યપ્રકાશને  ખાય છે.  તેથી હવે દિવસો નાના થવા માંડે છે .
 
બીજી બાજુ ભગવાન શ્રી હરિ સૂઈ જવાને લઈને એક માન્યતા છે કે આ દરમિયાન વિશ્વમાં અંધકાર છવાય જાય છે.  ભગવાન વિષ્ણુ આ ઉથલપાથલને સંભાળતા ખૂબ થાકી જાય છે, તેથી તેઓ ચાર મહિના માટે સૂઈ જાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વને સંભાળવાનું કામ તેમના જુદા જુદા અવતારોને સોંપે છે.
 
દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુને આ રીતે સૂવડાવો 
 
આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આ દિવસે શ્રી હરિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. બાદમાં ધૂપ-દીપથી પૂજા કરવામાં આવે છે. આ પછી ભગવાન વિષ્ણુના શયન માટે પલંગ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા કપડા પર શયન કરાવવામાં આવે છે. આ દરમિયાન શ્રાવણ, શારદીય નવરાત્રી, કરવા ચોથ, દીવાળી અને છઠ પૂજા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે