Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશજીની પૂજા દૂર્વાથી કરનાર ઉપર કુબેર વરસી પડે છે

ગણેશજીની ખુશ કરવાના ઉપાયો

ગણેશજીની પૂજા દૂર્વાથી કરનાર ઉપર કુબેર વરસી પડે છે
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે. જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે.

તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીગણેશજીને ખુશ કરવા ખૂબ સરળ છે. જેમ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માચે કોઈ ચીજની જરૂર નથી રહેતી, ઠીક એવી રીતે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. શ્રીગણેશતો પોતાના ભક્તોની ભક્તિ અને શ્રદ્ધા જોઈને જ પ્રસન્ન થઈ જાય છે. જે ભક્ત તેમની પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણપતિ તેની પર તેટલી કૃપા રાખે છે. આજે અહીં કેટલાક સરળ ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે શ્રીગણેશને પ્રસન્ન કરી શકો છો.

આ રહ્યો સરળ ઉપાય-
ગણેશજીને ખુશ કરવાનો સૌથી સસ્તો ઉપાય છે દૂર્વાથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને દૂર્વા એટલે પ્રિય છે કારણ કે દૂર્વામાં અમૃત હોય છે. ગણપતિ અથર્વશીર્ષમાં કહેવાયું છે કે જે વ્યકિત ગણેશજીની પૂજા દૂર્વાથી કરે છે તે કુબેરની સમાન થઈ જાય છે. કુબેરનો સમાનનો અર્થ છે કે વ્યકિતની પાસે ધન, ધાન્યની અછત નથી રહેતી. પંચામૃતમાં એક અમૃત ઘી હોય છે. ઘીને પૃષ્ટિવર્ધક અને રોગનાશક કહેવાયું છે. ભગવાન ગણેશજીને ઘી ખૂબ પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યકિત ગણેશજીની પૂજા ઘીથી કરે છે તેની બુદ્ધિ પ્રખર થાય છે.

આ સિવાય ગણેશજીને પ્રસન્ન કરવા માટે બીજો સરળ ઉપાય છે મોદકનો ભોગ. ગણપતિ અથર્વશીર્ષમાં લખ્યું છે કે, જે વ્યકિત ગણેશજીને મોદકનો ભોગ ધરાવે છે ગણપતિ તેનું મંગળ કરે છે. મોદકનો ભોગ ધરાવનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિની સાડેસાતી એટલે શુ ? જાણો તેનો પ્રભાવ અને રાશિ મુજબ ઉપાય