Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shaniની સાડેસાતી એટલે શુ ? જાણો તેનો પ્રભાવ અને રાશિ મુજબ ઉપાય

Shaniની સાડેસાતી એટલે શુ ? જાણો તેનો પ્રભાવ અને રાશિ મુજબ ઉપાય
, શનિવાર, 29 ડિસેમ્બર 2018 (10:00 IST)
ન્યાય પ્રિય શનિદેવ નિષ્પક્ષ થઈને ન્યાય કરે છે. તેઓ પોતાના ભક્તોને અભયદાન આપનારા દેવતા છે. તેઓ બધા પ્રાણીઓને તેમના કર્મો મુજબ ફળ આપે છે. જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી કે બધા ગ્રહોમાં સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિ પક્ષપાત સિવાય પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાઓને દરેક પ્રકારની સુખ સુવિદ્યા યશ કીર્તિ અને વૈભવ આપે છે. 
 
શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર આવે છે તો આ દશા સાઢા સાત વર્ષ સુધી રહે છે. જેને શનિની સાડા સાતી કહે છે. તે સમય મુજબ દરેક રાશિ પર અઢી અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. પહેલા ચરણમાં જ્યારે સાઢાસાતી મતલબ શનિનો ઢૈયા શરૂ થાય છે તો જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. કારણ કે આવા સમયે  તે જે કાર્ય કરે છે તેમા તેને ખોટ વધુ થાય છે. કઠિન પરિશ્રમ કરવા છતા પણ તેને લાભ નથી મળી શકતો.  
 
શનિના બીજા ચરણ મતલબ અઢી વર્ષ બાદ વ્યક્તિની પારિવારિક સમસ્યાઓ વધી જાય છે અને સંબંધીઓ અને સહયોગીમાં જો પરસ્પર સાંમજસ્ય બનાવી રાખીએ તો કષ્ટ અને મુશ્કેલીઓથી જલ્દી મુક્તિ મળે છે. ક્રોધ કરવા અને વૈર વિરોધ રાખવાથી મુશ્કેલીઓ વધી જાય છે. મેષ કર્ક વૃશ્ચિક તુલા અને મકર રાશિવાળાએ ધૈર્યથી કાર્ય કરવુ જોઈએ. 
 
શનિના ત્રીજા ચરણમાં મનુષ્યને સુખ સુવિદ્યાઓમાં ઓછી આવી શકે છે. પરંતુ સદ્દવ્યવ્હાર નૈતિકતા અને સારા આચરણ કરવાથી જીવને લાભ મળી શકે છે. ત્રીજા ચરણમાં કર્ક મિથુન તુલા કુંભ કન્યા અને મીન રાશિના જાતકોએ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે
 
શુભ પ્રભાવ - આમ તો બધાને શનિની સાઢાસાતી શરૂ થવા પર ચિંતા અને ભય સતાવે છે. પણ જે લોકો કોઈપણ પ્રકારના ખરાબ કાર્ય નથી કરતા, કોઈને પરેશાન નથી કરતા કે કોઈના વિરુદ્ધ ષડયંત્ર નથી રચતા પણ ઈમાનદારીથી કાર્ય કરે છે તેમણે શનિદેવથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે ન્યાય પ્રિય દેવતા શનિ આવા જાતકોની આરાધનાથી પ્રસન્ના થાય છે અને તેમના પર કૃપા કરે છે. 
 
રાશિ મુજબ અશુભ ફળોને દૂર શનિ દેવતા અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે.  તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાનુ એક ચક્ર પુરૂ કરે છે. તેથી કોઈપણ મનુષ્યના જીવનમાં સાઢાસાતી ફક્ત બે કે ત્રણ વાર જ આવી શકે છે.  
 
*મેષ - આ રાશિવાળાઓએ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.  
 
*વૃષભ - શનિવારે શનિની પ્રતિમા પર  તેલ અર્પિત કરવુ  જોઈએ.  
 
*મિથુન - શનિ જયંતિના દિવસે ઘોડાની નાળ  કે નાવડીના તળિયાની ખીલીની રીંગ મધ્યમાં  આંગળી પર પહેરવી જોઈએ. 
 
*કર્ક - શનિવારે કોઈ નવા કાપડ પહેરી સાંજે એને ગરીબ વ્યક્તિને દાન કરી દો.  .
 
*સિંહ  - શનિવારે કોઈ ગરીબ,ભૂખ્યા લોકોને ભોજન કરાવો.અમાસ હોવાને કારણે આ દિવસે અડદ દાળ અથવા દહીં વડાનું દાન શ્રેષ્ઠ છે .
 
કન્યા - આ દિવસે કોઇ પાંચ લોખંડનો સામાન અને તેલ કોઈને દાન કરવો. 
 
તુલા રાશિ -દૂધ દાન કરવું એટલે કે નાના બાળકોને દૂધ પીવડાવવુ સારુ છે.
 
વૃશ્ચિક - કોઈપણ ગૌશાળા ,અપંગ આશ્રમ અથવા કુષ્ઠ દર્દીઓને કોઇ પણ પ્રકારની વસ્તુ દાનમાં આપવી. 
 
ધનુરાશિ - લોખંડની કોઈ વસ્તુ વાદળી રંગના દોરામાં પરોવી ગળામાં પહેરાવી. 
 
મકર રાશિ - તલના લાડુ ,મીઠી પૂરી અને  બ્લેક અડદ દાળ બનાવી શનિ ભગવાનને ભોગ લગાવો અને તે પ્રસાદ બધાને વિતરિત કરો.
 
કુંભ -શનિ જયંતિના દિવસે વાદળી કે કાળા કપડાંમાં 21 મુઠ્ઠી અડદ બાંધીને વહેતા પાણીમાં પ્રવાહ કરવી જોઈએ .
 
મીન - મીઠું,સરસિયાનો તેલ અને સરસિયાની ખલીનો દાન ગૌશાળામાં કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધન સંબંધી સમસ્યા માટે લીલી પોટલીનો કરો આ એક ઉપાય