Day 4 - કેવી રીતે કરીએ ગૌરી પૂજન

સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (14:14 IST)
ગૌરી પૂજનમાં મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરે છે. આ તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાય છે. ગૌરી પૂજન દરેક વર્ષ ગણેશ ચતુર્થીના ચોથા કે પાંચમા દિવસે પડે છે. આ દિવસે દેવીનો આવાહન કરાય છે. તેમની પ્રતિષ્ઠા કરાય છે. બીજા દિવસે માની મુખ્ય પૂજા હોય છે અને ત્રીજા દિવસે દેવીની વિદાય હોય છે. 
શા માટે કરીએ છે ગૌરી પૂજન 
ગૌરી પૂજ સામાન્ય રીતે સુખ સમૃદ્ધિ માટે કરાય છે. દેવીને પ્રસન્ન કરવાથી ઘરમાં ખુશહાળી આવે છે અને ધન ધાન્ય વધે છે. આ પતિ-પત્નીના સંબંધને સારું બનાવે 
 
છે. તે સિવાય તેનાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર હોય છે. મનભાવતું અને યોગ્ય જીવનસાથી મળે છે. 
 
આ રીતે કરવી પૂજા 
- દેવોમાં સર્વોપતિ ગણેશથી પૂજનથી શરૂઆત કરવી. 
- ગણપતિને સૌથી પહેલા ગંગાજળથી સ્નાન કરાવવું. 
- પછી પંચામૃતથી ફરી ગંગાજળથી સ્નાન કરાવીને સાફ કપડાથી પોંછીને તેને આસન પર રાખવું. 
- ત્યારબાદ મા ગૌરીને તમારા ઘર આવવાના અને આસન પર વિરાજમાન થવા માટે આવાહન કરવું.  
- હવે વસ્ત્ર અર્પણ કરી તેને ધૂપ-દીપ કરી અને ફૂળ -માળા અને દક્ષિણા ચઢાવવી. 
- પૂજનના સમયે ૐ પાર્વત્યે નમ: મંત્રનો જાપ કરવું. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Ganesh Chaturthi 2019: આજે ગણેશ ચતુર્થી આ રીતે કરો સ્થાપના