Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકો પર ભણતરનું દબાણ આપવાને બદલે અજમાવો આ ઉપાય

Study room vastu tips
, રવિવાર, 15 મે 2022 (06:51 IST)
કહેવું છે પ્રેમ કઈક પણ કરાવી શકે છે આવી જ રીતે બાળકો પાસેથી પણ પ્રેમથી કઈક પણ કરાવી શકાય છે. પણ બળજબરીથી નહી. બાળકો પર ભણતરનું
 
દબાણ નાખી તમે બળજબરીથી એને ભણાવી તો શકો છો પણ દબાણથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પ્રેમથી બાળકોને સમજાવશો તો તેઓ આનાકાની કર્યા 
 
વગર ભણતર પર ધ્યાન આપશે.
 
આવો જાણી બાળકો પર દબાણ નાખીએ તો બાળકોને શું નુકશાન થઈ શકે છે.
 
* બાળકો પર કોઈ દબાણ ન નાખવું જોઈએ. ખાસ કરીને ભણતરમાં .આનાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે. જો બાળકો પર  વારે-ઘડીએ ભણતરનું  દબાણ બનાવીએ છે 
 
તો એ ભણતરથી દૂર ભાગે છે અને એને એ વસ્તુ  બોરિંગ લાગે છે. 
 
* ભણતરનું  દબાણ બનાવવાને બદલે  તમે  બાળકને તમારા સાથે બેસાડીને  રમત-રમતમાં મનોરંજક રીતે  ભણાવવાનો પ્રયત્ન કરો. આવુ કરતા બાળક પણ ભણતરમાં રૂચિ 
 
લેશે અને તમારી વાત પણ માનશે. 
 
* બાળક ભણતરના પ્રેશર , તનાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવા સુધીના નિર્ણય લઈ લે છે. 
 
* ઘણી વાર બાળક નકલ કરવું , ચોરી કરવી વગેરે  જેવી ખરાબ ટેવમાં પણ આ કારણે ફંસાઈ જાય છે. આથી પેરેંટસએ પણ આ વિચારવું જોઈએ કે તેમના દબાણની બાળક 
 
પર નકારાત્મક અસર પડી શકે છે. 
 
* બાળકને કઈક પણ યાદ કરાવવા માટે હળવા અંદાજમાં બાળક સાથે બેસીને યાદ કરાવી શકાય છે અને બાળકને  ચેપ્ટર રટવાની જગ્યાએ સમજાવીને યાદ કરાવો. 
 
* બાળકને  ભણાવતી વખતે  દરેક વસ્તુના ઉદાહરણ આપીને સમજાવો. જેથી બાળક જલ્દી સમજી જાય. 
 
* બાળકને ભણતરમાં મુશ્કેલી આવી રહી હોય તો એને બીજી  રીતે સરળ ભાષામાં સમજાવો. 
 
* બાળકને જ્યારે પણ યાદ કરાવો તો એ વસ્તુના અર્થ જણાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....