Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali Muhurat Trading - મુહૂર્ત ટ્રેડિંગ શું છે What is Muhurat Trading

Diwali Muhurat Trading - મુહૂર્ત ટ્રેડિંગ શું છે  What is Muhurat Trading
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (13:20 IST)
What is Muhurat Trading - હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે. દિવાળીનો તહેવાર શેર બજાર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ અવસર પર રોકાણ કરવું શુભ છે અને માનવામાં આવે છે કે તેનાથી ઘર અને વેપારમાં સમૃદ્ધિ વધે છે. આ કારણે દિવાળી પર રજાઓના કારણે આખો દિવસ બંધ રહે છે પરંતુ સાંજની પૂજા સમયે શેરબજાર લગભગ એક કલાક શેરની ખરીદી-વેચાણ માટે ખુલ્લુ રહે છે. આ મુહૂર્ત ટ્રેડિંગ કહેવાય છે
 
મુહૂર્ત ટ્રેડિંગ શું છે
વાર્ષિક કેલેંડરના મુજબ દિવાળીના દિવસે નવા સંવતની શરૂઆત થાય છે. આ વર્ષે નવા સંવત 2079ની શરૂઆત થઈ રહી છે. આ દિવસે વેપારીઓ વતી જૂના ખાતાવહી ખાતા બંધ કરવા નવા વેરા ખોલવાની પરંપરા રહી છે. આ કારણોસર, લાંબા સમયથી આ દિવસે શેરની ખરીદી અને વેચાણ માટેના ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે.
 
દિવાળી પર, NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) બંને મર્યાદિત સમય માટે ટ્રેડિંગની મંજૂરી આપે છે. સામાન્ય રીતે, સત્રને નીચેના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે
 
દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. એવામાં, અમે અહીં મુહૂર્ત ટ્રેડિંગ સાથે જોડાયેલી તમામ બાબતો વિશે જણાવી રહ્યા છીએ. મુહૂર્તમાં કોઈપણ કાર્ય શરૂ કરવાથી તેના પોઝિટિવ રિઝલ્ટની ખાતરી મળે છે. તેથી જ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે શેરબજાર એક કલાક માટે ખુલે છે ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો પોતાનું રોકાણ શરૂ કરી દે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali Muhurat Trading - દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સેશન- know about the Muhurat trading