Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીની સાથે શા માટે હોય છે ગણેશજીની પૂજા, જાણો તેનુ મહત્વ

Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીની સાથે શા માટે હોય છે ગણેશજીની પૂજા, જાણો તેનુ મહત્વ
, ગુરુવાર, 10 નવેમ્બર 2022 (16:40 IST)
Laxmi Ganesh Puja on Diwali: દિવાળીના તહેવારમાં બધા લોકોના ઘરોમાં ગણેશ-લક્ષ્મીનુ પૂજન કરાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બન્નેના એક સાથે પૂજનનુ શુ છે. ગણેશજી તો માતા લક્ષ્મી માટે પુત્રવત છે તો પછી દિવાળી પર તેમની પૂજા શા માટે કરાય છે. આવો જાણી 
 
કાર્યમાં નિર્વિધ્ન પૂરા કરે છે ગણેશજી 
દિવાળી પર અમે ધનની દેવી લક્ષ્મી પૂજા કરીએ છે પણ બધા જાણે છે કે ભગવાન શ્રે ગણેશ વિધ્નોના નાશ કરનારા અને ઋદ્ધિ-સિદ્ધિના દાતા છે, તેથી દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય હોવાનુ વરદાન મળ્યુ છે અને આ વરદાન પોતે તેમના પિતા ભોળાનાથએ આપ્યુ છે. વગર ગણેશ પૂજન કોઈ પણ દેવતાની પૂજા શરૂ નહી કરાય છે અને ન જ તે સ્વીકાર થાય છે. બધા જાણે છે કે કોઈ પણ કાર્યને શરૂ કરતા સમય તેમના વિઘ્ન આવવાની શકયતા રહે છે. વિઘ્નહર્તા ગણેશજીનુ પૂજન કર્યા પછી વિશ્વાસ થઈ જાય છે કે હવે તે કાર્ય નિર્વિઘ્ન પૂરા થઈ જશે તેથી લક્ષ્મી પૂજનથી પહેલા ગણેશ પૂજ કરાય છે. શ્રી ગણેશને સંપૂર્ણ વિદ્યા અને બુદ્ધિનો સ્વામી પણ કહેવામાં આવ્યુ છે. લક્ષ્મીની સાથે ગણેશ પૂજનનુ સૌથી મોટુ કારણ આ પણ છે કે ધનની સાથે બુદ્ધિ પણ હમેશા સાથે રહે. વગર બુદ્ધિને માત્ર ધન હોવો વ્યર્થ છે. 
 
બુદ્ધિથી જ મળે છે વિવેક 
ધનનો હોવો ત્યારે જ સાર્થક છે, જ્યારે તેનો સદુપયોગ કરાય. હમેશા જોવાયો છે કે ધન આવી જતા પર માણસનુ વિવેક નષ્ટ થઈ જાય છે. તેથી શ્રી ગણેશજી અમે સદબુદ્ધિ આપે છે અને તે સદબુદ્ધિનો આશ્રય લઈને અમે ધનોપાર્જન કરી પૈસાના સદુપયોગ કરી શકીએ છે. તેથી દરેક ગૃહસ્થના ઘરમાં લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guruwar Astro Tips: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરૂવારનો દિવસ છે ખાસ પણ ભૂલથી પણ કરો આ કામ