Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

31 ઓક્ટોબરે બુધ પુષ્ય નક્ષત્રના દિવસે કરશો આ 1 ઉપાય તો સુખ સમૃદ્ધિ કાયમ રહેશે

Pushya Nakshatra 2018
, મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (18:13 IST)
બુધ પુષ્ય નક્ષત્રના દિવસે કરશો આ 1 ઉપાય તો સુખ સમૃદ્ધિ કાયમ રહેશે 
પુષ્ય નક્ષત્ર ઉપાય ઉપાય અને મહત્વ
 
પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ કામ સંપૂર્ણ રીતે ફળદાયી હોય છે. આ વખતે 31 ઓક્ટોબર બુધવારે પુષ્ય નક્ષત્ર છે.

આ દિવસે ખરીદી ભૂમિ પૂજન લેવડ દેવડ કરવી શુભ માનવામાં આવે છે. આ 28 નક્ષત્રોમાં 8મુ નક્ષત્ર છે અને 12 રાશિયોમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે. પુષ્ય નક્ષત્રના બધા ચરણો દરમિયાન ચંદ્રમા અન્ય કોઈ રાશિનો સ્વામી નથી. તેથી પુષ્ય નક્ષત્રને સુખ શાંતિ અને ધન સંપત્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.  પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રોનો રાજા છે. 
 
પુષ્ય નક્ષત્ર 30 ઓક્ટોબર રાત્રે 3 વાગીને 50 મિનિટથી શરૂ  થઈને 31 ઓક્ટોબર રાત્રે 2 વાગીને 30 મિનિટ સુધી રહેશે. 
 
પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવી શુભ ફળદાયક છે. લોકો આ દિવસે એટલા માટે સોનુ ખરીદે છે કારણ કે સોનુ એક શુદ્ધ પવિત્ર અને અક્ષય ધાતુના રૂપમાં 
 
ઓળખય છે. આ નક્ષત્ર સ્વાસ્થ્ય માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પુષ્ય નક્ષત્ર પર શુભ ગ્રહોનો પ્રભાવ થતા આ આરોગ્ય સંબંધી બધી સમસ્યાઓને સમાપ્ત કરવામાં સક્ષમ હોય છે. 
 
પુષ્ય નક્ષત્ર વિશે શાસ્ત્રોમાં એક શ્લોક છે - આ મંત્રનો જાપ જરૂર કરવું 
 
સિધ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ સિધ્ય 
પુષ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ ઈતિ પુષ્ય 
 
અર્થાત પુષ્ય નક્ષત્રમાં શરૂ કરવામાં આવેલ બધા કાર્ય પુષ્ટિદાયક સર્વથા સિદ્ધ થાય જ છે.  ચોક્કસ જ ફળદાયક હોય છે.  તેથી આખુ  વર્ષ પુરો ફાયદો થાય છે. 

 
- બુધવારે સાંજે સૂર્યાસ્ત પહેલા ગણેશ મંદિરમાં દુર્વા ચઢાવો 
 
- ગણેશજીને 2 ગુલાબના ફુલ ચઢાવો અને તેમાથી 1 ફુલ ઘરે લઈ આવો. 
 
. તિજોરી મુકવાના સ્થાન પર  સ્થાન પર કેસર અને ચંદનથી સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક પર પીળા કપડામાં ગણેશજીને ચઢાવેલુ એક ગુલાબ મુકો. 
 
આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુષ્ય નક્ષત્ર 2018- શુભ યોગમાં કરશો આ કામ તો દીવાળી સુધી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન