Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 ને ધનતેરસ : આ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માં લક્ષ્મી

17 ને ધનતેરસ : આ  સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માં લક્ષ્મી
, સોમવાર, 9 ઑક્ટોબર 2017 (08:43 IST)
મોરની માટી

 ધનતેરસ પર જો પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યાં મોર નાચ્યો હોય  લાવીને તેની પૂજા કરો આ માટીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં 
રાખવાથી ઘર પર હમેશા લક્ષ્મીની કૃપા બની રહેશે. 
 
ગાય માટે  ભોજન જરૂર કાઢો

ધનતેરસ અને દિવાળીના દિવસે રસોડામાં જે કઈ રાંધ્યુ  હોય ,સર્વપ્રથમ તેમાંથી ગાય માટે થોડો ભાગ જુદો કાઢી લો. આવું કરવાથી 
ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ રહેશે. 
 
આવા ઝાડની ડાળખી રાખવી શુભ રહે છે 

- ધનતેરસના દિવસે કોઈ પણ શુભ સમયમાં કોઈ એવા ઝાડની ડાળખી તોડી લાવો જેના પર ચામાચીડિયુ રહે છે . આ ડાળખીને તમે વેપાર સ્થાને કે પૂજા સમયે જ્યા બેસતા હોય ત્યા મુકો લાભ થશે. 

 
મંદિરમાં લગાવો કેળાના છોડ

ધનતેરસના દિવસે કોઈ પણ મંદિરમાં કેળાના છોડ લગાવો.આ છોડની સમયે-સમયે પર દેખરેખ કરો એની પાસે કોઈ સગંધિત 
ફળનો છોડ લગાવો કેળાના છોડ જેમ-જેમ વધશે તમારા આર્થિક લાભનો માર્ગ સરળ થશે. 
 
દક્ષિણાવર્થી શંખમાં લક્ષ્મીનો જાપ 
 
ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી દક્ષિણાવર્થી શંખમાં લક્ષ્મી મંત્રનો જાપ કરતાં કરતાં ચોખાના દાણા અને લાલ ગુલાબની પાંદડીઓ નાખો . આવુ  કરવાથી સમૃદ્ધિનો યોગ બનશે. 
 
મંત્ર -શ્રીં 
 
લક્ષ્મીને અર્પિત કરો લવિંગ - ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી લક્ષ્મી કે કોઈ પણ દેવીને લવિંગ અર્પિત કરો. આ કામ દિવાળીના દિવસોમાં રોજ કરો. આર્થિક લાભ રહેશે
 
સફેદ વસ્તુઓનું કરો દાન 

ધનતેરસ પર સફેદ પદાર્થ જેમ કે ચોખા ,કાપડ ,લોટ વગેરેનું  દાન કરવાથી આર્થિક લાભનો યોગ બને છે. 
 
સૂર્યાસ્ત પછી કચરા-પોતું કરશો નહી 

દિવાળીના દિવસોમાં અને હોઈ શકે તો દરરોજ સાંજે સૂર્યાસ્ત પછી ઘરમાં કરચા પોતુ કરશો નહી.  આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી.  
 
ગરીબની આર્થિક સહાયતા કરો:

ધનતેરસ પર કોઈ ગરીબ,દુખી,અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવું કરવાથી તમારી ઉન્નતિ થશે.  
 
કિન્નરને ધન દાન કરો 

ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા વિનંતી કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમાં 
બાંધીને  તિજોરીમાં મુકો લાભ થશે. 
 
લઘુ નારિયેળનો ઉપાય

ધનતેરસ પર પૂજાના સમયે ધન ,વૈભવ અને સમૃદ્ધિ મેળવા માટે 5 લઘુ નારિયેળ પૂજાના સ્થાને મુકો. તેના પર કેસર તિલક કરી અને 
દરેક નાળિયેર પર તિલક કરતી વખતે 27 વખત નીચે લખેલુ મંત્રના મનમાં જાપ કરો. 
 
એં હ્રી શ્રીં ક્લીં  

ધનતેરસના દિવસે આટલું કરો

* સાંજના સમયે તેર દીવા પ્રગટાવીને તિજોરી ખુલ્લી રાખીને કુબેર તથા લક્ષ્મીજીનું પૂજન કરવું.

* ચાંદી કે ધનનું ષોડશોપચારે પૂજન કરીને કપૂરથી તિજોરીની આરતી ઉતારવી.

* ચાંદી, પિત્તળ અથવા તાંબાની ધાતુની ખરીદી કરો. ઘરના દ્વાર પર સાંજના સમયે દીવા પ્રગટાવો.

* શુભ સમયે વ્યવસાયના સ્થળે નવી ગાદી બિછાવો.

શ્રીયંત્રના પૂજનથી લાભ મેળવો

લક્ષ્મીપૂજનની સાથે લક્ષ્મીસ્વરૂપા શ્રીયંત્રનું પૂજન પણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રીયંત્રની અદ્ભુત શક્તિના કારણે તેનાં દર્શન માત્રથી લાભ મળવાની શરૂઆત થઈ જાય છે.

* આ યંત્રને મંદિર અથવા તિજોરીમાં રાખીને તેની દરરોજ પૂજા કરવાથી તથા કમળકાકડીની માળાથી પૂજન કરી શ્રીસૂક્તના બાર પાઠ કરવા જોઈએ. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ધનસંકટ દૂર થઈ જાય છે.

* શ્રીયંત્ર મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે.

* આ યંત્રની કૃપાથી મનુષ્યને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓની પ્રાપ્તિ થઈ શકે છે.

* શ્રીયંત્રના પૂજનથી સઘળા રોગોનું શમન થાય છે અને શરીરની કાંતિ નિર્મળ થઈ જાય છે.

* શ્રીયંત્રની કૃપાથી મનુષ્યને ધન-સમૃદ્ધિ, યશ-ર્કીિત, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.

* શ્રીયંત્રના પૂજનથી રોકાયેલા કે અટકેલાં કાર્યો સક્રિય બને છે.

* શ્રીયંત્રની શ્રદ્ધાપૂર્વક નિયમિત પૂજા કરવાથી દુઃખ, દારિદ્રનો નાશ થાય છે.

* શ્રીયંત્રની સાધના-ઉપાસનાથી સાધકની શારીરિક અને માનસિક શક્તિ પુષ્ટ થાય છે.

* આ યંત્રના પૂજનથી દસ મહાવિદ્યાઓની પ્રાપ્તિ થઈ શકે છે.

* શ્રીયંત્રની સાધનાથી આર્થિક ઉન્નતિ થાય છે અને વ્યાપારમાં સફળતા મળે છે.

શ્રીકુબેર મંત્ર

ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।

ઉપરોક્ત મંત્રનો શ્રી કુબેરયંત્રની સામે ઉત્તરાભિમુખ બેસીને રોજ પાંચ માળા જાપ કરવો જોઈએ. તમારી પાસે ખૂબ સંપત્તિ-ધન આવી જાય તોપણ આ મંત્ર કરવાનું છોડવું જોઈએ નહીં. આઠમા દિવસે ૩૫૦ મંત્રોને ઘીની આહુતિ આપવી જોઈએ.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિની લાંબી ઉમ્ર માટે કરો કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે નિકળશે ચાંદ