Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાલ મુબારક - રાશિભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ નૂતન વર્ષ વિક્રમ સંવંત 2073

સાલ મુબારક -  રાશિભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ નૂતન વર્ષ વિક્રમ સંવંત 2073
, રવિવાર, 30 ઑક્ટોબર 2016 (19:16 IST)
જો તમે તમારા નસીબમાં છિપાયેલા રહસ્ય જાણવા ઉત્સુક છો તો વાચો વિક્રમ સંવત 2073 રાશિફળ. આ રાશિફળ 2017 વૈદિક જ્યોતિષના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. તેમના દ્વારા તમને તમારી અનેક સમસ્યાઓને ઉકેલવાની તક મળશે.  જાણો પ્રેમ વેપાર સ્વાસ્થ્ય અને સંતાન વગેરે વિશે શુ કહે છે તમારા ગ્રહો ? સાથે જ અજમાવો કેટલાક ખાસ ઉપાય જેમા છુપાયુ છે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ. આવો જોઈએ 2073માં શુ કહે છે તમારા સિતારા .. સાથે અજમાવો કેટલાક ખાસ ઉપાય. જેમા છિપાયુ છે તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ. આવો જોઈએ 2017માં શુ કહે છે તમારા સિતારા જ્યોતિષની દ્રષ્ટિએ... 
 
મેષ રાશીફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહો કહે છે કે આ વર્ષની શરૂઆતમાં તમારો પુરૂષાર્થ અને ઉત્સાહમાં વધારો થશે.  ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે અને તમે થોડી લાંબી યોજનાઓ બનાવશો. જો કે તમારે તમારા ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે. તમારી સંતાનને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે. તેથી સાવધાની જરૂરી છે.  કોઈ મિત્ર સહયોતીની મદદથી તમારા બગડેલા કાર્ય બનશે અને અગાઉ કરવામાં આવેલ કાર્યોમાં સફળત પ્રાપ્ત થશે.  જૂન પછી તમને સફળતા મળશે.  કોઈ નિકટના ભાઈ બંધુ સાથે વાદ વિવાદથી બચો. ક્રોધને કાબૂમા રાખવો ઉત્તમ રહેશે.  સંતાનના કોઈ વિશેષ કાર્યના બનવાથી તમે અચાનક કશુ ધન પણ ખર્ચ કરી શકો છો. આ વર્ષે તમે કાર્યક્ષેત્રમાં વધુ વ્યસ્ત રહેશો. પ્રતિષ્ઠામાં વધારો અને આવકના સાધનોમાં સુધાર થવાના યોગ વર્ષના અંતથી છે. જો તમે વેપારી છો તો વ્યવસાયમાં લાભ અને ઉન્નતિના અવસર મળશે. પણ ધનનો વ્યય તમે તમારી વિલાસતા પર કરી શકો છો. તેથી સચેત રહો. 
 
2017ના ભવિષ્યફળ મુજબ આ વર્ષે તમે તમારા પરિશ્રમથી ધન પ્રાપ્ત કરશો. માતા-પિતાના સહયોગથી પણ પરિસ્થિતિમાં પરિવર્તન થશે. તમે કોકી નવા કાર્યની યોજના બનાવશો. જેનાથી સફળતા મળી શકે છે. આ વર્ષે તમારા તીર્થયાત્રા કરવાના યોગ છે . આગાઉ રોકાયેલ કેટલાક કામ બનવાની પણ શક્યતા છે. વધતા પુરૂષાર્થથી તમારુ આત્મબળ વિકસિત થશે. આ વર્ષે તમને ભાગ્યોન્નતિના અવસર પણ પ્રાપ્ત થશે. પ્રેમના મામલે સંતુલન બનાવીને ચાલો તો ઉત્તમ રહેશે. તમારા પ્રિયને સમય આપો અને તેમની સાથે ક્યાય ફરવા જાવ. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્કતા રાખવી પણ જરૂરી છે. 
 
ઉપાય - મોટા ભાઈને પગે પડીને આશીર્વાદ લેવા તમારે માટે લાભકારી રહેશે. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - મેષ રાશિ પર શનિની ઢૈયા 26 જાન્યુઆરી 2017 સુધી રહેશે. 
શનિ ઢૈયાનુ ફળ - પારિવારિક લોકોથી વિરોધ. શત્રુઓમાં વધારો, ગૃહક્લેશ રોગોથી પરેશાની વ્યર્થ ખર્ચ અને ધનહાનિનો ભય. 
સલાહ - પરિવારમાં વિવાદથી બચો, સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. ફાલતૂ ખર્ચા પર લગામ આપો. 
સકારાત્મક પક્ષ - તમે સાહસી, આત્મવિશ્વાસી અને ઉર્જાવાન છો. 
નકારાત્મક પક્ષ - ક્રોધનો ત્યાગ કરો તો સારુ રહેશે. 
શુભ અંક - તમારે માટે આ વર્ષે 9, 18, 27, 36, 45, 54, 63 અને 72 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે લાલ, નારંગી અને પીળો રંગ શુભ છે. 
શુભ દિશા - વર્ષ 2017માં તમારે માટે પૂર્વ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - કેળા, સંતરા, મોસંબી, સફરજન, મસૂર, તુવેરદાળ અને હળદરનુ સેવન શુભ છે.  

વૃષ રાશીફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહોની ચાલ બતાવે છે કે આ વર્ષે વૃષભ રાશિના જાતકોને ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો અને વિપરિત લિંગના લોકોની મદદથી લાભ મળશે. ધનની અવરજવર સામાન્ય રૂપે થતી રહેશે.  વાહન વગેરે સુખ-સુવિદ્યાઓ અને મનોરંજનના કાર્યો પર તમે વધુ ખર્ચ કરશો. એપ્રિલ મહિનાથી અચાનક ધન લાભના યોગ બનશે. પણ તમારા ખર્ચમાં વધારો થશે.  વર્ષના મધ્યથી તમારા બગડેલા કાર્યોમાં સુધાર થશે અને આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલવાનુ સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે અને પરાક્રમમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. રોકાયેલા ધનનો લાભ મળશે. શેર બજાર કે જમીન સંબંધી કાર્યમાં પૈસો લગાવવાથી ફાયદો મળી શકે છે.  ફાલતૂ ખર્ચ પર કંટ્રોલ કરી તમે તમારી સેવિગ્સ અને ફાયદાને વધારી શકો છો. પિતા અને ગુરૂજન તરફથી સન્માન સહયોગ પ્રાપ્ત થશે. 
 
સંવત 2073ના મુજબ આ વર્ષે તમારા પરિવારમાં બધા સભ્યોનો સહયોગ મળશે. સંતાન પક્ષ તરફથી ખુશીઓ મળી શકે છે. જીવનસાથી સાથે તાલમેલ બનાવીને ચાલો. તમારા લાઈફ પાર્ટનરને કેટલીક શારીરિક તકલીફ થઈ શકે છે. પણ આ સમય ખૂબ થોડો હશે અને જલ્દી જ તેમાથી બહાર આવી જશો.  જો તમે હાલ એકલા છો તો તમે કોઈ નવા પ્રેમ સંબંધમાં પડી શકો છો. આ ઉપરાંત જૂના પ્રેમ સંબંધોમાં મજબૂતી આવી શકે છે.  વર્ષના અંતથી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે.  આવકના નવા સ્ત્રોત મળી શકે છે. રોકાયેલુ ધન પરત મળશે. ફાલતૂ ખર્ચા પર કંટ્રોલ કરી તમે તમારી બચત અને ફાયદા વધારી શકો છો.  સ્વાસ્થ્યને લઈને પરેશાન થવાની જરૂર નથી. જો કે જીવનશૈલી સાથે સંબંધિત બીમારીઓ જેવી કે ગેસ, એસીડીટી વગેરે પર જો ધ્યાન નહી આપો તો આવનારો સમય તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ વર્ષે ખાવા પીવાની આદતો પર કંટ્રોલ કરવાની કોશિશ કરો. બદલતી ઋતુથી થનારી બીમારીઓથી પરેશાન થઈ શકો છો.  પણ તેનાથી વધુ ગભરાવવાની જરૂર નથી. 
 
ઉપાય - સુગંધિત વસ્તુઓનો પ્રયોગ કરવો તમારે માટે શ્રેષ્ઠ રહેશે. 
શનિ સાઢેસાતી/ઢૈય્યા - આ વર્ષ વૃષ રાશિ પર શનિ ઢૈય્યા રહેશે. 
શનિ ઢૈયા ફળ - શારીરિક પીડા, રક્ત વિકાર, પારિવારિક કષ્ટ અને વેપારમાં નુકશાન. 
સલાહ - સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો. 
સકારાત્મક પક્ષ - તમે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી છો 
નકારાત્મક પક્ષ - તનાવથી બચવુ શ્રેષ્ઠ રહેશે. 
શુભ અંક - તમારે માટે 6, 15, 24, 33, 42 અને 51 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ક્રીમ, લીલો અને ભૂરો રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે દક્ષિણ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - ગળી  સફેદ મીઠાઈ, ખીર, દૂધ અને પનીર શુભ છે. 

મિથુન રાશીફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
 વર્ષની શરૂઆતમાં થોડો ઉતાર-ચઢાવ છતા ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ નવા કાર્યને શરૂ કરવામાં થોડી સમાસ્યા આવી શકે છે. પણ વર્ષના મધ્યમાં તમને સત્પુરૂષોને મળવાનુ સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે. બનેલી યોજનાઓ પણ પૂરી થઈ શકે છે. ખુદના જ કાર્યોથી તમે ફૂલ્યા નહી સમાવો અને વિરોધી પક્ષ પણ ગુપ્ત રીતે તમારા ગુણોની પ્રશંસા કરશે.  જમીન સંબધિત વિવાદોથી થોડી પરેશાની થઈ શકે છે.  તમે તમારી પ્રગતિનુ રહસ્ય સહયોગી વર્ગને ન બતાવો તો સારુ રહેશે.  કાર્યોની સફળતાથી તમે પ્રસન્ન અને ઉત્સાહિત રહેશો.  વ્યાપારિક વર્ગની નિરાશા આશામાં પરિવર્તિત થશે. તેથી સાહસથી આગળ વધતા રહો. જો તમારી સાથે કેસ સાથે જોડાયેલ કોઈ વિવાદ છે તો તેમાંથી છુટકારો મળી શકે છે. નવા કાર્યોની યોજનાઓ બનશે જે સફળ રહેશે.  દેવ ગુરૂ  અને વિદ્વાનો પ્રત્યે તમારી ભક્તિ-ભાવના જાગૃત થશે અને કાર્યોમાં આવી રહેલ અવરોધો પણ સમાપ્ત થઈ શકે છે.  લોટરી અને સટ્ટાથી દૂર રહેવુ તમારે માટે લાભદાયી છે. ખુદનો લાભ અને હક છોડવો પણ યોગ્ય નહી રહે. કારણ કે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.  ગુમાવેલો વિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરશો અને વેપારમાં ધન રોકવાથી તમને ફાયદો મળી શકે છે. 
 
વર્ષના અંતમાં સમસ્યાઓ ખતમ થતી જોવા મળશે. આવકના અન્ય સ્ત્રોત મળશે. આ વર્ષે જો તમે મોંઘી વસ્તુઓ રોકડના રૂપમાં ખરીદો તો તમારે માટે સારુ સાબિત થશે.  બિઝનેસમાં આ વર્ષે સમજી વિચારીને પૈસા લગાવો. જો શેયર બજાર સાથે જોડાયા છો તો સરો લાભ મળવાની આશા બની રહી છે.  તમે નવી સંપત્તિ કે વાહન વગેરેના વેચાણમાં પણ રોકાણ કરશો. આ વર્ષે પૈસા આવતા જતા રહેશે. પણ વધુ સમસ્યા અનુભવાશે નહી. પ્રેમ સંબંધોમાં સતર્કતા રાખો તો સારુ રહેશે.  તમારા પાર્ટનરને કારણ વગર શક કરવાથી બચો. જો તમે વિદ્યાર્થી છો તો તમને વધુ મહેનત કરવી પડશે. 2073નુ ભવિષ્યકથન બતાવી રહ્યુ છે કે કાર્ય સ્થળ પર તમારા કાર્યમાં વધારો થવાની શક્યતા છે. જેનાથી તમારા કામનો દબાવ વધી શકે છે.  આવી સ્થિતિમાં તમારે ધૈર્યથી કામ લેવુ પડશે.  વર્ષના બીજા ભાગથી તમારી બધી પરેશાનીઓ સમાપ્ત થતી જોવા મળશે. તમારે તમારી મહેનત માટે સન્માન અને પ્રશંસા મળવાની આશા છે. તમારા સ્વભાવમાં થોડુ પરિવર્તન લાવવાથી થોડો લાભ થશે. 
 
ઉપાય - વિદ્યાર્થીઓને સ્ટેશનરીનો સામાન (કોપી, પેન, પેન્સિલ વગેરે) વહેચવી તમારે માટે શુભ છે. 
શનિ સાઢેસાતી /ઢૈયા - વા વર્ષે મિથુન રાશિ પર સાઢે સાતી અને ઢૈયાનો પ્રભાવ નથી. 
સલાહ - સકારાત્મક વિચાર બનાવી રાખો. 
સકારાત્મક પક્ષ - તમે સમજી વિચારીને નિર્ણય લો છો. 
નકારાત્મક પક્ષ - તમે માનસિક શ્રમ વધુ કરો છો. 
શુભ અંક - તમારે માટે 5, 14, 23, 32, 41 અને 50 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ક્રીમ અને લીલો રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે પશ્ચિમ દિશા શુભ છે. 
ખાવા પીવાની વસ્તુઓ - મગ દાળ, લીલી શાકભાજીઓ શુભ છે. 

કર્ક રાશીફળ વિક્રમ સંવત 2073
 
webdunia
2073 રાશિફળ મુજબ આ વર્ષે એપ્રિલ સુધી તમને થોડી પરેશાની આવી શકે છે. નોકરિયાત જાતકોને પોતાના જૂનિયર્સની સાથે તાલમેલ બનાવીને ચાલવુ જોઈએ. પરિવારના લોકો પાસેથી તમને ખૂબ ખુશી મળશે અને તમારા ચાહનારાઓનો તમને ભરપૂર સહયોગ મળશે. તમારા પરિવાર સાથે તમે થોડો સારો સમય વિતાવશો. જો તમે સાવધાની સાથે તમારા પૈસા લગાવશો તો આ વર્ષે ધન પ્રાપ્તિના સારા યોગ છે.  વેપારીઓ માટે પણ આ વર્ષ સારુ છે.  જોખમ ભરેલ કાર્યોમાં ધનનુ રોકાણ કરવાથી બચો. લેવડ-દેવડના મામલે થોડી સાવધાની રાખવી જ યોગ્ય રહેશે.  જોશમાં આવીને નિર્ણય લેવો યોગ્ય રહેશે નહી. વર્ષના મધ્યથી તમને કેટલાક શુભ કાર્યોમાં ખર્ચ કરવાની તક મળશે અને પારિવારિક સમસ્યાઓનુ પણ સમાધાન થઈ જશે. 
 
તમે કેટલાક નવા કાર્યોની યોજનાઓ બનાવશો. જેમા સફળતા મળવાની શક્યતા છે. સટ્ટા લોટરી જેવા અનૈતિક કાર્યોથી દૂર રહો. નહી તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ભાગ્ય દરેક કામમાં સપ્ટેમ્બર મહિનાથી સાથ આપશે. જો તમે રાજનીતિમાં છો તો યશ પ્રાપ્ત થશે. નવો પરિચય મિત્રતામાં બદલવાથી ખુશી મળશે.  ઓક્ટોબરથી નવેમ્બર મહિના મધ્ય સુધી કોઈપણ કાર્ય સમજી વિચારીને કાર્ય કરો.. નહી તો શુભ તક હાથમાંથી નીકળી જવાની શક્યતા છે. જન સંપર્કમાં વધારો થતો રહેશે અને કોઈ શુભ સંદેશ મળવાથી ચિંતાનુ નિવારણ થશે.  આવકના નવા નવા સ્ત્રોત પણ તમારી સામે આવશે અને કાર્યો પ્રત્યે રસ વધશે. લાંબી દૂરીની યાત્રા કરવાથી બચો. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને પ્રેમીનો ભરપૂર સહયોગ મળશે.  તમારા વેપારમાં પ્રગતિની શક્યતા છે અને કોઈ રોકાયેલ રકમ પ્રાપ્ત થવાથી ચિંતાનુ નિવારણ પણ થશે. પરિવારમાં સુખ શાંતિ પણ વધશે. નોકરીની શોધમાં લાગેલ યુવાઓને સફળતા જરૂર મળશે.  સાથે જ જે લોકો નોકરી બદલવા માંગે છે તેમને માટે પણ નવી તક આવશે. 
 
ઉપાય - મોટી સ્ત્રીઓ (મા, દાદી, નાની કે કોઈ અન્ય વડીલ મહિલા)નો આશીર્વાદ ગ્રહણ કરવો તમારે માટે શુભ છે. 
શનિ સાઢેસાતી/ઢૈયા - આ વર્ષ કર્ક રાશિ પર સાઢેસાતી અને ઢૈયાનો પ્રભાવ નથી. 
સલાહ - વધુ પડતા ભાવકતાથી બચો 
સકારાત્મક પક્ષ - તમે મિલનસાર છો. 
નકારાત્મક પક્ષ - તમે લોકો પર સહેલાઈથી વિશ્વાસ કરી લો છો. 
શુભ અંક - તમારે માટે 2, 7, 11, 16, 20 અને 25 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે નારંગી, પીળો, સફેદ રંગ શુભ છે. 
શુભ દિશા -તમારે માટે ઉત્તર દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - ચોખા, લોટ, ખીર શુભ છે. 

સિંહ રાશીફળ વિક્રમ સંવત 2073
 
webdunia
આ વર્ષે તમને આર્થિક સ્થિતિને લઈને વધુ પડકારોનો સમાનો નહી કરવો પડે. તમારા સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. વર્ષના બીજા ભાગમાં તમારુ નસીબ વધુ ચમકી શકે છે. ઓછી મહેનતથી વધુ આવકની શક્યતા છે. પોતાનો વેપાર કરનારાઓ માટે આ વર્ષ નફો કમાવનારો સાબિત થઈ શકે છે.  પ્રોપર્ટી સાથે જોડાયેલા લોકોએ સતર્ક રહેવુ જોઈએ. આ વર્ષે શેયર બજારમાં રોકાન કરવુ લાભદાયક હોઈ શકે છે.  જેનાથી અપ્રત્યક્ષ લાભ મળવાની શક્યતા છે. જો કે આ માટે વર્ષના મધ્ય સુધી રાહ જોવી શુભ રહેશે.  સંતાનને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહી શકે છે. વૈવાહિક જીવનમાં તાલમેલ બનાવીને ચાલો. જીવનસાથીની ભાવનાઓનો આદર કરો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ સમય બેકિંગ કે પ્રબંધક જેવા ક્ષેત્રોના અભ્યાસ માટે સમય અનુકૂળ છે. જો તમને થોડી પણ મહેનત કરી છે તો તેનુ સંપૂર્ણ ફળ જરૂર મળશે. શિક્ષકગણ તમારાથી ખુશ રહેશે અને પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે.  આ વર્ષ નોકરિયાત લોકો માટે શુભ રહેશે. આ રાશિના લોકો ભલે કોઈપણ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા હોય તેમને પ્રશંસા, સહયોગ અને એવી ખુશી મળવાની શક્યતા બની રહી છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. 
 
વૈદિક જ્યોતિષના દ્રષ્ટિકોણથી તમારા દ્વારા શરૂ કરવામાં આવેલ દરેક કામ સમયસર પુરૂ થવાના યોગ છે. કોઈ શુભ કાર્યની ભૂમિકા બનવાથી ચિંતાનુ નિવારણ થશે. સાથે જ તમને નોકરી ઉપરાંત અન્ય સ્ત્રોતોમાંથી પણ યોગ્ય લાભ થઈ શકે છે. નોકરીની શોધમાં લગેલ યુવાઓને સારી ઓફર મળી શકે છે. સાથે જ તમારા સારા માર્કેટિંગના બળે તમારા વ્યાપરમાંથી વધુ નફો કમાવવા સક્ષમ રહેશો.  વિચારેલુ કાર્ય સમય પર થઈ જવાથી તમારુ મન પ્રસન્ન રહેશે અને કામકાજમાં પ્રગતિ થશે. મગજ લગાવીને કાર્ય કરવાથી તમે સારો લાભ મેળવી શકશો. વિરોધી પક્ષથી સાવધ રહો. અને તેમની સાથે સમજી વિચારીને વ્યવ્હાર કરવો યોગ્ય રહેશે. તમારો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેથી સાવધાની રાખો. લાંબી યાત્રાઓ તમારે માટે લાભદાયક રહી શકે છે.  મહિલાઓ માટે આ વર્ષ સફળતા આપનારુ હોઈ શકે છે. સમય અનુકૂળ છે. લાભ ઉઠાવવાનુ ચુકશો ન અહી. 
 
ઉપાય - સૂર્યોદયના સમય સૂર્ય નમસ્કાર કરો અને પિતાને સન્માન આપો. 
શનિ સાઢેસાતી/ઢૈયા - સિંહ રાશિ પર શનિની ઢૈયા 26 જાન્યુઆરી 2017 સુધી જ રહેશે. 
શનિ ઢૈયાનુ ફળ - અચાનક ધન-લાભ, સ્ત્રી-પુત્રથી સુખ, સંપત્તિ લાભ અને આરોગ્ય ઠીક. 
સલાહ - ક્રોધથી કરવાથી બચો. 
સકારાત્મક પક્ષ - તમે આત્મવિશ્વાસી છો 
નકારાત્મક પક્ષ - તમારે ધૈર્ય વધારવુ જોઈએ. 
શુભ અંક તમારે માટે 1, 4, 10, 13, 19 અને 22 શુભ અંક છે.  
શુભ રંગ - તમારે માટે નારંગી, પીળો અને લાલ રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે પૂર્વ દિશા શુભ છે. 
ખાવાપીવાની વસ્તુઓ - ગોળ, સંતરા, રોટલી, આખા મસૂર અને લાલ મરચુ શુભ છે.

કન્યા રાશીફળ વિક્રમ સંવત 2073
 
webdunia
વર્ષની શરૂઆતમાં તમને આર્થિક સ્તર પર સતર્ક રહેવુ જોઈએ. બિઝનેસમાં પાર્ટનરશિપ કરવા માટે થોડી રાહ જુઓ. સાથે જ જો ક્યાય પૈસો રોકવા માંગો છો તો પણ સમય અનુકૂળ નથી. વર્ષની બીજી છમાસિકમાં પરિસ્થિતિ સારી રહેશે. એ દરમિયાન કોઈ રોકાણ વિશે વિચારવુ લાભકારી રહેશે.   પૈસાના મામલે સંપૂર્ણ રીતે સતર્કતા રાખો.  વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે અને કેરિયર શરૂ કરવા માંગે છે તેમને ખૂબ તક મળશે. મીડિયા કે કલા ક્ષેત્રમાં કાર્યરત લોકોને લાભ થઈ શકે છે. આ વર્ષ નોકરીમાં કોઈ પ્રકારની પરેશાની નહી થાય. સીનિયર્સ અને બૉસ સાથે મળવાની શક્યતા છે.  નવા વર્ષના રાશિફળ મુજબ વર્ષના અંતમા પ્રમોશનના યોગ છે.  પારિવારિક સ્તર પર તમે થોડા પરેશાન થઈ શકો છો. જીવનસાથી માટે સમય કાઢો અને પરસ્પર મતભેદને વાતચીતથી ઠીક કરવાનો પ્રયાસ કરો. કોઈ નવા સંબંધ પર એકદમ વિશ્વાસ ન કરો તો સારુ રહેશે. વિરોધી પક્ષ તમારા જ સહયોગથી લાભાન્વિત થશે.  શુભ અને ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે.  સમાજ, પરિવાર અને વ્યવસાયમાં તમારા ગુણોની પ્રશંસા થશે. 
 
જે લોકો પહેલાથી જ પ્રેમ બંધનમાં બંધાયેલા છે તેમને માટે પણ આ વર્ષ પ્રેમમાં સફળતા અપાવનારુ સાબિત થઈ શકે છે. જો કે પાર્ટનર પર કારણ વગર શક કરવો અને તેમને સમય ન આપવાને કારણે કેટલાક જાતકોના સંબંધો ખરાબ થઈ શકે છે. જેને નિયંત્રિત કરી શકાય છે.  તેથી તમારા પ્રેમી પર શક કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લો.   આ વર્ષે તમારા ઘણી યાત્રાઓ થતી રહેશે.  આ યાત્રાઓથી તમને લાભ જ પ્રાપ્ત થશે.  વેપાર સાથે જોડાયેલ વ્યક્તિઓ માટે વ્યવસાય સંબંધિત વિદેશ યાત્રા થવાના પ્રબળ યોગ બની રહ્યા છે.  સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. સાત્વિક ભોજન અને નિયમિત યોગ કરવાથી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. વર્ષના અંતમાં સ્વાસ્થ્યમાં સુધાર થવો શરૂ થઈ જશે અને તમારી કાર્યક્ષમતા પણ વિકસિત થશે. 
 
ઉપાય - કાંસાના કડા પહેરો અને બહેન, પુત્રી અને માસીનુ સન્માન કરો. 
શનિ સાઢેસાતી/ઢૈય્યા - કન્યા રાશિ પર શનિની ઢૈયા રહેશે. 
શનિ ઢૈયાનુ ફળ - શારીરિક પીડા, રક્ત વિકાર, પારિવારિક કષ્ટ અને વેપારમાં નુકશાન શક્ય 
સલાહ - ચર્ચા કરવાથી બચો 
સકારાત્મક પક્ષ - તમે રચનાત્મક પ્રવૃત્તિના છો. 
નકારાત્મક પક્ષ - તમે સમસ્યાઓથી શીધ્ર ગભરાઈ શકો છો. 
શુભ અંક - તમારે માટે 5, 14, 23, 32, 41 અને 50 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે લીલો અને ક્રીમ રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે દક્ષિણ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - લીલા મગ અને લીલી શાકભાજીઓ શુભ છે. 
 

તુલા રાશિફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહોની દશા મુજબ આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ અનૂકૂળ રહેશે. વર્ષની શરૂઆતમાં ધન-પ્રપ્તિના યોગ બનશે. એની સાથે-સાથે પૈતૃક ધન મળવાના પણ યોગ છે. જો કોઈ નવા કાર્યમાં ધન નિવેશ કરશો તો તેમાં લાભ મળશે. વર્ષના અંતમાં કોઈ મોટું રોકાણ  ન કરવું. જો રોકાણ કરવું પડે તો ઘણુ સમજી-વિચારીને જ નિર્ણય લો નહી તો મનવાંછિત લાભની પ્રાપ્તિ નહી થાય. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. મિત્ર કે વિશ્વાસુ તરફથી દગો મળવાની શકયતા છે. પ્રાપર્ટીમાં રોકાણ કરતા પહેલા કોઈ વડીલની સલાહ તમારા માટે ફાયદાકારી સાબિત થઈ શકે છે. નકામા ખર્ચ અને કર્જથી બચવું. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થયને લઈને ચિંતા  બની રહેશે. શત્રુ પક્ષની કુચેષ્ઠા તમને સંઘર્ષમય રાખશે કારણકે શત્રુઓ માટે તમે માથાના દુખાવો બની શકો છો. ધંધામાં મોટા રોકાણ કરતા પહેલા સમજી વિચાર કરી લો. સટ્ટા અને લૉટરીમાં પણ પૈસા લગાડવાથી બચશો તો સારું રહેશે. દાંમપ્ત્ય જીવનમાં સામંજસ્ય બનાવી રાખો. યાત્રા તમારા માટે લાભપ્રદ રહી શકે છે. 
 
નોકરીયાત લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે. આ સમયે જો તમને કોઈ લાભ નહી મળે તો કોઈ હાનિ પણ નહી થાય. આ વર્ષ તમને ખુશિઓ જરૂર મળશે. ઑફિસમાં બોસ અને સહકર્મચારીઓનો પૂરે-પૂરો સાથ મળવાની શકયતા છે. નોકરીની શોધમાં લાગેલા યુવાઓને ખાસ સફળતા મળશે. સાથે જ પ્રમોશન અને સેલેરીમાં વધારાના યોગ પણ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સામાન્ય રહેશે. પરીક્ષાઓમાં સફળતા તમારી મેહનત પર નિર્ભર રહેશે. શિક્ષકો અને કોઈ વડીલનો સહયોગ મળી શકે છે.  પ્રેમ-સંબંધમાં સફળતા મળવાની શકયતા થોડી ઓછી લાગે છે. પ્રેમી કે પ્રેમિકાની સાથે વાતચીત કરતા સમયે ક્રોધ ન કરવો. ઠંડા મગજથી કામ કરવાથી સફળતા જરૂર મળશે. અપરિણીતે  સારા સંબંધ માટે રાહ જોવી પડશે. પણ સમય આવતા સારા સંબંધ જરૂર આવશે. 
 
ઉપાય - છોકરીઓને ચૉકલેટ, ટૉફી, સફેદ મીઠાઈ વહેંચો અને મહિલાઓને પ્રતિ સાદર ભાવ રાખો. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - તુલા રાશિ પર શનિની સાઢેસાતી 26 જાન્યુઆરી 2017 સુધી જ રહેશે.  
શનિ સાડેસાતીનુ ફળ - વેપારમાં પ્રગતિ, સુખ સંપતિનો લાભ અને ઘરમાં મંગળકાર્ય થશે. 
સલાહ - સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો અને યોગ કરો  
સકારાત્મક પક્ષ - તમે સહનશીલ છો 
નકારાત્મક પક્ષ - અતિ ભાવુકતાથી બચવું જોઈએ 
શુભ અંક - તમારે માટે આ વર્ષે 6, 15, 24, 33, 42, 51 અને  60 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ક્રીમ, લીલો, ભૂરો અને વાદળી રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે પશ્ચિમ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - કોઈ પણ સફેદ અને સુગંધિત વસ્તુઓ, ગુલાબ જળ અને ઈત્રનુ પ્રયોગ  શુભ છે. 

વૃશ્ચિક રાશિફળ  વિક્રમ સંવત 2073 
 
webdunia
આ વર્ષ તમને આવકના નવા સ્ત્રોત મળશે. રૂપિયા-પૈસાના બાબતમાં જલ્દી ન કરવી. કારણકે જેટલો કમાવશો એનાથી વધારે ખર્ચ કરવાના યોગ બની રહ્યા છે. શુભ કાર્યમાં તમારી રૂચિ વધશે. કોઈ મિત્રથી આર્થિક મદદ મળી શકે છે. આ વર્ષ તમારા સ્વાસ્થય સારું રહેશે. તમારા પરાક્રમમાં પણ વધારો થશે. લગ્ન જીવનમાં જોએ કોઈ મુશ્કેલી છે તો તે સમાપ્ત થશે. તમારા માટે લીધેલ નિર્ણય તમને ફાયદો પહોંચાડી શકે છે. જનસંપર્કમાં પણ તમે વધારે થી વધારે રહેશે. સંતાનની સફળતાથી તમે પ્રફુલ્લિત રહેશે. નોકરીયાત લોકોને ખાસ સફળતા મળી શકે છે. ઑફિસમાં કોઈ મોટા અધિકારીનો સહયોગ મળશે. છાત્ર કોઈ નવા પાઠયક્રમમાં પ્રવેશ લેવા ઈચ્છી રહ્યા છે તો સમય અનૂકૂળ છે. કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સફળ હોવાના યોગ છે. તમારા પારિવારિક જીવન આ વર્ષ સારું રહેશે. આ વર્ષ ભાઈ-બહેનો સહયોગ મળશે. નવા મિત્ર બનશે. 
 
નૂતન વર્ષમાં આવકના નવા સ્ત્રોત મળી શકે છે. એણે આ વર્ષે નાના ધંધાથી પણ સારા લાભ થઈ શકે છે. આ વર્ષે વિદેશ યાત્રાના યોગ ઓછા બની રહ્યા છે. પણ ધંધાથી સંબંધિત તમારી નાની-મોટી યાત્રાઓ થતી રહેશે. જો વર્ષની શરૂઆતમાં પ્રેમ-સંબંધમાં થોડી પરેશાની આવે તો એનાથે ગભરાવું નહી જોઈએ. કારણકે પ્રેમ સંબંધમાં તમારી પૂર્ણ સફળતાના યોગ છે. સંબંધોમાં જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો એને જલ્દીજ દૂર કરવાથી ફાયદો થઈ શકે છે. ખાન-પાન પર ખાસ ધ્યાન આપો. આ એક સારા સ્વાસ્થય માટે ખૂબ જરૂરી છે. તમને તમારી જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. હૃદય અને પેટ સંબંધી કેટલીક પરેશાનીઓ હેરાન કરી શકે છે. આમ તો અલ્પકાલીન થશે. 
 
ઉપાય - ઘરમાં લાલ રંગના છોડ લગાવી તેની સારવાર કરો. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - વૃશ્ચિક રાશિ પર શનિની સાઢેસાતી રહેશે.  
શનિ સાડેસાતીનુ ફળ - વ્યાપારમાં પ્રગતિ, સુખ સંપતિનો લાભ અને ઘરમાં મંગળ કાર્ય થશે. 
સલાહ - વાહનનો પ્રયોગ ઓછું કરવું અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો.   
સકારાત્મક પક્ષ - તમે સાહસી અને નિડર છો.  
નકારાત્મક પક્ષ - તમને ખરાબ વ્યસ્નથી બચવું જોઈએ 
શુભ અંક - તમારે માટે આ વર્ષે 9 , 18, 27, 36, 45, 54, 63, 72, 81 અને  90 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ક્રીમ, લીલો , ભૂરો અને વાદળી રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે ઉત્તર દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - લાલ મસૂર અને ગોળનુ પ્રયોગ  શુભ છે.

ધનુ રાશિફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહોની ચાલ જણાવે છે કે આ વર્ષ વ્યાપારિઓ માટે ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. પણ વર્ષના આખરે દિવસોમાં થોડા સાવધાન રહીને નિવેશ કરવું જોઈએ. કોઈ પણ રીતનો નિર્ણય લેવાથી પહેલા એને સારા અને ખરાબ પરિણામના વિશેમાં વિચારી લો. વર્ષના પહેલા છ માહમાં થોડી આર્થિક સમસ્યા કરવી પડી શકે છે. પણ વર્ષના અંત સુધી આ ખત્મ થઈ જશે. પૈસાની લેન-દેનમાં સાવધાની રાખો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ પ્રભાવશાળી સિદ્ધ થઈ શકે છે. ગૂઢ વિજ્ઞાન અને મનોવિજ્ઞાનથી સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે સમય અનૂકૂળ છે. પરીક્ષામાં સફળતા મેળવવાના પૂર્ણ યોગ બને છે. નોકરીયાત લોકો માટે આ વર્ષ સારું સિદ્ધ થઈ શકે છે. પ્રમોશનના અવસર છે. કાર્યસ્થળ પર બૉસની શાબાશી મળશે અને આવકમાં વધારો થઈ શકે છે. તમારા સારા પ્રદર્શનનો પ્રભાવ તમાર કરિયર પરસ સ્પષ્ટ રૂપથી જોવાશે. રાશિફળની સલાહ છે કે જો તમે તમારા સીનિર્યસના પ્રત્યે સારો વ્યવહાર બનાવી રાખશો તો લાભ જરૂર થશે. યાત્રાના દ્ર્ષ્ટિકોણથી આ વર્ષ સારું રહેશે. ધાર્મિક તીર્થ સ્થળના દર્શન કરવાના પણ યોગ છે. 
 
આ સમયમાં તમે પરિવારના લોકો સાથે કેટલાક આનંદદાયક પળ વિતાવશો. માતા-પિતાના સાથે સારા સંબંધ સારા રહેશે. સરકારી કામથી લાભ મળવાની શકયતા છે. જેનાથે માન-સન્માનમાં વધારો થશે. પ્રેમ સંબંધ માટે આ વર્ષ સામાન્ય રહેશે. આ વર્ષ લવ લાઈફમાં કોઈ મોટી પરેશાનીનો સામનો નહી કરવું પડે. બધું સરળ રીતે થશે. સંબંધોને મજબૂત બનાવવાના ધ્યાન આપવું. અગસ્ત પછી સમયની કમીના કારણે લવ લાઈફમાં પ્રેમ અને રોમાંસની કમી અનુભવી શકો છો. તમને તમારા સ્વાસ્થયના પ્રત્યે સર્તક રહેવું જોઈએ. આ વર્ષ ફાસ્ટ ફૂડ ખાવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. પેટના રોગ હોવાની પણ શકયતા છે. આથી આહારનો ખાસ ખ્યાલ રાખો. પણ તમારી કાર્યક્ષમતા વધારે પ્રભાવિત નહી થશે. 
 
ઉપાય - આધ્યાત્મિક જીવન સદાચાર જીવનમાં અજમાવો અને ગુરૂનો સમ્માન કરો. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - ધનુ રાશિ પર શનિની સાઢેસાતી રહેશે.  
શનિ સાડેસાતીનુ ફળ - નિજી જનથી મનમુટાવ, શત્રુઓના વધારો, રોગ કષ્ટ, ગૃહક્લેશ અને ધનહાનિ 
સલાહ - નકામા વાદ-વિવાદમાં ન પડવું  
સકારાત્મક પક્ષ - તમે સક્રિય છો અને પોતાના લક્ષ્યને મેળવવા જાણો છો.  
નકારાત્મક પક્ષ - માનસિક અને શારીરિક તનાવથી બચવું જોઈએ 
શુભ અંક - તમારે માટે આ વર્ષે  39 ,12, અને  30 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે લાલ , પીળા , અને નારંગી રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે પૂર્વ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - હળદર, તુવેર અને ચણા દાળ બૂંદીના લાડૂ અને કેસરના પ્રયોગ કરવું શુભ છે.

મકર રાશિફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહો કહે છે કે આર્થિક સ્તર પર આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે. તમને તમારા નકામા ખર્ચને કાબૂમાં મૂકવા જોઈએ. યાદ રાખો આ સમયે બચાવેલા પૈસા જ આવતા સમયમાં તમારા કામ આવશે. પૈસાની લેન-દેનમાં સાવધાની રાખો. અહીં સુધી કે પરિજન કે સગાઓથી પણ પૈસાની લેન-દેનમાં દેખરેખ રાખો. વ્યાપારી વર્ગ માટે આ એક સફળ વર્ષ સિદ્ધ થઈ શકે છે. પૈતૃક સંપતિ મળવા કે લૉટરી વગેરેથી અચાનક ધન લાભના તોગ બન્યા છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ સિદ્ધ થઈ શકે છે. પ્રતિયોગી પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. નોકરીયાત લોકોને ઘણા અવસર મળશે. પ્રમોશન અને સારી નોકરીના સાથ તમારા કાર્ય-સ્થળ પર પૂરો માન-સમ્માન મળવાની શકયતા છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે એને થોડા સમય ઈંતજાર કરવું જોઈએ. વર્ષના અંતમાં શિક્ષા પ્રાપ્તિમાં આવી રહ્યા મુશ્કેલી ઓછી થશે અને ભાગ્ય સાથ આપશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે તમારી વિદેશ ગમનની શકયતાઓ છે. પારિવારિક સ્થિતિ આ વર્ષે સામાન્ય બની રહેશે. માતા-પિતાના સાથે સારા સંબંધ રહેશે. 
 
તમારા ધાર્મિક તીર્થ સ્થળના દર્શનના યોગ છે. મિત્ર વર્ગ તમારા સહયોગના આભાર માનશે અને અધિકારી વર્ગ પણ તમારા કાર્યથી પ્રભાવિત રહેશે. ભવિષ્યફળ કહે છે કે પ્રેમ સંબંધ માટે આ વર્ષ સામાન્ય રહેશે. જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધમાં બંધાયેલા છે. એના માટે આ વર્ષ સારો જશે. નવા પ્રેમ પ્રસંગો માટે સમય અનૂકૂલ છે. કોઈને સામે તમારા દિલની વાતને રાખવાની કોશિશ જરૂર કરો. પણ દબાણ ન નાખવું. સમયના સાથે હોઈ શકે છે બીજી તરફ થી પણ હા સાંભળવા મળે. સ્વાસ્થયના પ્રત્યે સાવધાન રહેશો તો સારું રહેશે. આરોગ્યના આ વર્ષ કઈક ગડબડ રહી શકે છે. મૌસમના બદલાવ અને ખોટા ખાન-પાનના કારણે નાની-મોટી પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. માનસિક તનાવથી બચવા માટે તમાને વધારેથી વધારે ખુશ રહેવાના પ્રયાસ કરવા જોઈએ. લીલી પાનદાર શાકભાજીના સેવન તમારા આરોગ્ય માટે જડી-બૂટીના કામ કરી શકે છે. 
 
ઉપાય - માંસાહારનુ ત્યાગ અને ભૈરવજીની પૂજા તમારા માટે ફાયદાકારી રહેશે. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - મકર રાશિ પર શનિની સાઢેસાતી રહેશે.  
શનિ સાડેસાતીનુ ફળ - શારીરિક પીડા , રક્ત વિકાર અને વ્યાપારમાં હાનિ શકય 
સલાહ -શરીરને આરામ આપો વધારે તનાવથી બચવું 
સકારાત્મક પક્ષ - તમે કઠોર પરિશ્રમી છો.  
નકારાત્મક પક્ષ - સ્વાસ્થય પ્રત્યે બેદકારકારીથી બચવું 
શુભ અંક - તમારે માટે આ વર્ષે  4,8, 13, 17,19, 22 અને  26 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ભૂરો  , લીલો  ,કાળા અને વાદળી  રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે દક્ષિણ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - કાળી ઉડદ , કાળા તલ  અને કાળા ચણા પ્રયોગ કરવું શુભ છે.

કુંભ રાશિફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
ગ્રહોની ચાલ જણાવે છે કે આ વર્ષ તમારા કાર્યની સફળતાથી તમે બહુ જ પ્રસન્નચિત રહેશો. વિરોધી પક્ષ તમારાથી સમજોતી કરવા માટે ઉત્સુક રહેશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેવાવાળી છે. બીજાની મદદ કરવાથી પહેલા તમારી આર્થિક સ્થિતિના વિશે વિચાર કરી લો. નકામા ખર્ચના કારણે તમારા આવતા સમયમાં પરેશાની થઈ શકે છે. આ સમય બચાવેલું ધન તમારા આવતા સમયમાં ફાયદો આપશે. વર્ષના બીજા ભાગમાં પૈસાની લેવડ-દેવડના પ્રત્યે જાગરૂક રહેવું પડશે. પ્રાપર્ટી સંબંધી કાર્યમાં સફળતા મળશે. વ્યાપારિઓ અને ધંધાથી સંકળાયેલા લોકો માટે આ વર્ષ ઉત્તમ સિદ્ધ થઈ શકે છે. પાર્ટનરશિપના કામમાં ઈમાનદારી રાખો નહી તો નુકશાન થઈ શકે છે. વર્ષની બીજી છમાહમાં ધંધામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પણ આ અલ્પકાલીન થશે. થોડી પરેશાનીને મૂકાય તો બાકી વર્ષ શુભ સિદ્ધ થશે. સંવત 2073ના મુજબ નોકરી સંબંધિત કોઈ બાબતમાં આ વર્ષ તમારા માટે સારો સિદ્ધ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ પણ છે , આથી મેહનત કરતા રહો નિરાશ ન થવું. નવી નોકરીની શોધમાં લાગેલા યુવાઓને આ વર્ષ સફળતા જરૂર મળશે. કરિયરમાં સારી શરૂઆત મળવાની શકયતા છે. કાનૂન અને ચિકિત્સા વાણિજ્ય વગેરેથી સંકળાયેલા લો  માટે સમય અનૂકૂળ રહેશે. 
 
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉતાર-ચઢાવ વાળા થઈ શકે છે. વધારે મેહનતના પરિણામ ઓછા મળે તો ગભરાવવું નહી. સમય આવતા તમને તમારા ભાગની સફળતા જરૂર મળશે. પારિવારિક નિર્ણય સોચી-વિચારીને લેવા પડશે. તમારા સંબંધને મધુર બનાવી રાખવા માટે જરૂરી છે. તમે તાલમેલ બનાવીને ચાલો. આ વર્ષ માતા સાથે તમારા સંબંધ ખાસ સારા રહેશે. દૈનિક જીવનમાં વધારે વ્યસ્ત હોવાના કારણે તમે જીવનસાથીને વધારે સમય નહી આપી શકશો. આ વાત તમારા સંબંધોની સાથે તમારા સંબંધ ખટાશ નાખી શકે છે. તમારા પાર્ટનર માટે સમય કાઢો અને કયાંક ફરવાના પ્રોગ્રામ બનાવો. 
 
ઉપાય - ખોટા કાર્ય અને અન્યાય કરવાથી બચવું અને ગરીબોને સહયોગ કરવું 
શનિ સાડેસાતી /ઢૈય્યા - આ વર્ષ કુંભ રાશિ પર શનિની સાઢેસાતી અને ઢૈયાનુ પ્રભાવ નથી.   
સલાહ - વાદ-વિવાદથી બચવું  
સકારાત્મક પક્ષ - તમારી નિર્ણય શક્તિ સારી છે. 
નકારાત્મક પક્ષ - આંખ બંદ કરીને વિશ્વાસ ન કરવું. 
શુભ અંક - તમારે માટે   4,8, 13, 17,19, 22 અને  26 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે ભૂરો  , લીલો  ,કાળા અને વાદળી  રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે દક્ષિણ દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - કાળી ઉડદ , કાળા તલ  અને કાળા ચણા પ્રયોગ કરવું શુભ છે.  

મીન રાશિફળ વિક્રમ સંવત 2073 
 
webdunia
આ વર્ષે સોચી વિચારીને પગલા ભરવું યોગ્ય રહેશે . તમારી ક્ષમતાથી વધીને કોએ એ પણ નિર્ણય ન લેવું. લાંબી યાતાઓને પૂરી રીતે સોચી-વિચારીને કરો. કોઈ પણ નવા પરિચિત માણસ પર ભરોસો ન કરવું. વર્ષના મધ્યથી તમારી આવકના નવા સ્ત્રોત મળવાની શકયતા છે. તમારા વિરોધી પક્ષ પર તમે ભારે રહેશો/ વધારે માનસિક શ્રમ કરવાથી બચવું સારું રહેશે. પ્રગતિનો રહસ્ય સહયોગી વર્ગને ન જણાવવું. તમારા મિત્ર કે સગા તરફથી તમારા ભેંટ કોઈ મહત્વપૂર્ણ લોકોથી થઈ શકે છે. જો તમે કોઈ કાર્ય મેહનતના સાથે શરૂ કરશો તો એમનું ફળ સારું થઈ શકે છે. કોઈ પુરસ્કાર પણ તમને મળી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ તમારા માટે બહુ જ કારગર સિદ્ધ થશે. બીજા લોકો તમારા કામથી પ્રભાવિત થશે. તમે કોઈ નવી તકનીક કે વિદ્યા સીખવાની કોશિશ પણ કરી શકો છો/ જેનાથી તમને આવકના નવા સ્ત્રોત મળશે. નોકરીયાત માણસને કાર્યસ્થળમાં તાલમેલ બનાવીને ચાલવું જોઈએ. જ્યારે સુધી તમને નવી નોકરી ન મળે જૂનીને રાજાનામા વિશે ન વિચારવું. આવું કરવાથી તમારી આગળની નોકરી માટે લાંબો ઈંતજાર કરવું પડી શકે છે. પણ એનું અર્થ આ બિલ્કુલ નહી કે તમાને સારી નોકરી નહી મળશે. વર્ષ ના આખરેમાં તમને સારી નોકરી મળવાની શકયતા છે. 
 
ગ્રહોની માનીએ તો તમારા પરિવારના લોકોના સાથે મેળ વધારવું જોઈએ. દાંમપ્ત્ય જીવન માટે સમય કાઢવું અને જીવનસાથી સાથે કયાં ફરવા જવું. આથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે. પ્રેમ સંબંધમાં થનાર ગેરસમજથી દૂર રહો. નહી તો સમસ્યા થઈ શકે છે. કોઈ વિષયમાં રાય બનાવતા માં જલ્દી ન કરવી. એનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તમારા સ્વાસ્થયના બાબતમાં પણ તમને સાવધાન રહેવું પડશે. ખોટું ભોજન કરવાના કારણે પેટ કે લોહીની સમસ્યાઓ થઈ શકે છે. ખાન-પાનના પ્રત્યે સાવધાન રહીને સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે તમારે જીવનશૈલીમાં સુધાર લાવશો તો સારું રહેશે. 
 
ઉપાય - કોઈ પણ ધાર્મિક કાર્યમાં સહયોગ અને કોઈ ગરીબ કન્યાના લગ્નમાં કન્યાદાન કરો. 
શનિ સાડેસાતી /ઢૈય્યા - આ વર્ષ મીન રાશિ પર શનિની સાઢેસાતી અને ઢૈયાનુ પ્રભાવ નથી.   
સલાહ - અત્યધિક ભાવુકતાથી બચવું. 
સકારાત્મક પક્ષ - તમે ન્યાયશીલ અને સારી સોચવાળા છો 
નકારાત્મક પક્ષ - સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહો 
શુભ અંક - તમારે માટે  3,7, 12, 16,21, 25, 30, 34, 43 અને  52 શુભ અંક છે. 
શુભ રંગ - તમારે માટે પીળા   , સફેદ અને લાલ  રંગ શુભ છે. 
શુભ દિશા - તમારે માટે ઉત્તર દિશા શુભ છે. 
ખાવા-પીવાની વસ્તુઓ - હળદર , કેસર અને તુવેર અને ચણા દાળનો પ્રયોગ કરવું શુભ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

weekly astrology- સાપ્તાહિક રાશિફળ - 30 ઓક્ટોબર થી 5 નવંબર