Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ તો 60 બસોના રૂટ ટૂંકાવાયા

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ તો 60 બસોના રૂટ ટૂંકાવાયા
, મંગળવાર, 13 જૂન 2023 (16:31 IST)
વાવાઝોડાના પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે, તો કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. 16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.

આ અંગે ગુજરાત ST નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ. કે. ગાંધી દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવતા તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી અને સુચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં આવતા જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે. મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સ્થળ સુધી બસ જશે, તેની પણ જાણકારી આપવામાં આવી છે.

હાલમાં દ્વારકા, ખંભાળિય, દિવ, ઉના, સાવરકુંડલા, મુન્દ્રા, માંડવી, નલિયા, ગાંધીધામ, વેરાવળ, પોરબંદર, માંગરોળ, મોરબી અને મહુવા તરફ જતી બસોની ટ્રીપ રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી તમામ બસો પર જીપીએસ અને જીઓ ફેન્સ મારફતે ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે. દ્વારકા, ગાંધીધામ, ભૂજ, નલિયા, અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિપોરજોય વાવાઝોડાને કારણે ગીર જંગલમાં 100 સિંહોને શિફ્ટ કરવામાં આવ્યા