મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બે દિવસ પહેલા મળી આવેલી સગીરની લોહીથી લથપથ લાશનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પિતાએ જ તેના 15 વર્ષના પુત્રની હત્યા કરી હતી. તેનો વાંક એ હતો કે તેણે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. આ વાત છુપાવવા માટે તેણે પહેલા પુત્રના બંને હાથ કાપી નાખ્યા અને પછી તેની હત્યા કરી નાખી. કપાયેલા હાથને બોરવેલમાં નાખી લાશને ઝાડીઓમાં સંતાડી દેવામાં આવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, 6 ડિસેમ્બરના રોજ પોલીસને માહિતી મળી હતી કે બરોઠા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાંગરડા ગામના મેહરબાન સિંહ ચૌહાણના ખેતરમાં એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તેની ઓળખ હરિઓમના પિતા મોહનલાલ ચૌહાણ તરીકે કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે તેના હાથ કપાયેલા હતા. પોલીસે ત્રણ ટીમો બનાવી કેસની તપાસમાં લાગી ગઈ છે. પૂછપરછ દરમિયાન પિતા પર શંકા ગઈ હતી. પોલીસે કડક કાર્યવાહી કરતાં તેણે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
પોલીસને ખબર પડી કે આરોપી પિતા મોહનલાલને પાડોશમાં રહેતી એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધ છે. પુત્રએ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. તે આ વાત કોઈને કહી ન દે એ માટે જેથી તે પુત્રને ખેતરમાં પાણી આપવાના બહાને લઈ ગયો અને તેના હાથ કાપી નાખ્યા. પછી ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. કપાયેલા હાથને ખેતરમાં બનાવેલા બોરવેલના ખાડામાં ફેંકી દિધા હતા અને લાશને ઝાડીઓમાં સંતાડી દેવામાં આવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરી લીધું છે. પિતા મોહનલાલની સાથે તે મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની સાથે પિતાના ગેરકાયદે સંબંધો હતા.