Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં શ્રદ્ધા જેવુ મર્ડર, પતિના 22 ટુકડા કર્યા, ફ્રિજમાં મુક્યા, પુત્ર સાથે ફેંકવા જતી હતી... 6 મહિના પહેલા કરી હત્યા

MURDER
, સોમવાર, 28 નવેમ્બર 2022 (13:29 IST)
સોમવારે દિલ્હીના પાંડવ નગરમાં શ્રદ્ધા હત્યા જેવો વધુ એક મામલો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી. તેના 22 ટુકડા કરી નાખ્યા. તેના 22 ટુકડા કરી ફ્રિજમાં મુખ્યા.  મા-દીકરો રાત્રે ટુકડા ફેંકવા જતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમાચાર એજન્સી ANIએ સોમવારે ઘટનાના CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. આ હત્યા છ મહિના પહેલા જૂન મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે માતા-પુત્રની ધરપકડ કરી છે.
webdunia
CCTV માં પુત્ર બેગ લઈને જતો જોવા મળ્યો 
 
ANI એ જે સીસીટીવી ફુટેજ રજુ કર્યા એક જૂન 2022નો છે.  ફૂટેજમાં લગભગ 12.44 વાગ્યે દીપક હાથમાં બેગ લઈને જતો જોવા મળે છે. તેની પાછળ માતા પૂનમ પણ દેખાય છે. પોલીસે જણાવ્યું હતું કે એ ટ્રિપ્સમાંથી એકની ફુટેજ છે જેમા તેઓ ટુકડા ફેંકવા માટે રાત્રે જતા હતા.  દિવસનુ પણ એક ફુટેજ સામે આવ્યુ છે જેમા તેઓ ટુકડા ફેંકવા માટે સ્થાન શોધી રહ્યા હતા.  તે દિવસનું એક ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં પોલીસનું કહેવું છે કે તેઓ ટુકડા ફેંકવા માટે સ્થળ શોધવા નીકળ્યા હતા.

 
ટુકડાઓ મળ્યા તો પોલીસે શ્રદ્ધા મર્ડર સાથે લિંક કર્યા  
પોલીસને 5 જૂને દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શરીરના અંગો મળી આવ્યા હતા. તે ખરાબ રીતે સડી ગયા હતા અને તેના કારણે તેની ઓળખ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડાયેલી માહિતી સામે આવવા લાગી અને પોલીસે આ મામલાને તેની સાથે જોડીને તપાસ શરૂ કરી. હવે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે લાશ ત્રિલોકપુરીમાં રહેતા અંજન દાસની છે, હત્યા પણ ત્યાં જ કરવામાં આવી હતી.
 
ગેરકાયદેસર સંબંધોની શંકામાં હત્યા, પહેલા ઊંઘની ગોળી ખવડાવી
પોલીસે જણાવ્યું કે પૂનમે તેના પુત્ર દીપકે સાથે મળીને અંજનની હત્યા કરી હતી. પૂનમને શંકા હતી કે અંજનના લગ્નેતર સંબંધ છે. પહેલા મહિલાએ તેના પતિને ઊંઘની ગોળીઓ આપી અને પછી તેની હત્યા કરી. આ પછી તેણે પુત્ર સાથે મળીને લાશના ટુકડા કરી ફ્રિજમાં મુક્યા હતા. આ પછી પાંડવ નગર અને આસપાસના વિસ્તારોમાં અનેક ચક્કર લગાવ્યા બાદ ટુકડાઓ ફેંકવામાં આવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા, કાલે સિધ્ધપુરના કોંગી ઉમેદવારને સમર્થન આપ્યું હતું