Publish Date: Wed, 25 Mar 2026 (11:40 IST)
Updated Date: Wed, 25 Mar 2026 (11:48 IST)
રાજકોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના એક ડોક્ટરે બીજા એક પ્રખ્યાત ડોક્ટરના ક્લિનિકમાં ખૂબ જ ખાસ લોકેશન પર બલ્બમાં હિડન કેમેરા લગાવ્યો હતો. આ પછી તેણે ઘણા વાંધાજનક વીડિયો રેકોર્ડ કર્યા. આમાં પીડિત ડોક્ટરનો એક મહિલા ડોક્ટર સાથેનો વીડિયો પણ સામેલ હતો. આ વીડિયો દ્વારા બ્લેકમેલિંગ કરીને ડોક્ટરે બીજા ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા પછી, રાજકોટ શહેર પોલીસના સાયબર ક્રાઇમે કેમેરા લગાવવા અને 25 લાખ રૂપિયાની માંગણી કરવાના આરોપી ડોક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે ખંડણીમાં સામેલ ડોક્ટર અને સ્થાનિક પત્રકારો સામે સાયબર ક્રાઇમનો કેસ નોંધ્યો છે.
3000 જેટલા વીડિયો કર્યા રેકોર્ડ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટરે સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને 3,000 થી વધુ વીડિયો રેકોર્ડ કર્યા હતા અને સ્થાનિક પત્રકારો દ્વારા પૈસાની માંગણી કરી રહ્યા હતા. હાલમાં, 11 ખંડણીખોરો હજુ પણ ફરાર છે, અને પુરાવાના આધારે તેમને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ પોલીસના ડીસીપી ઝોન 2, આઈપીએસ જગદીશ બાંગર્વાએ કેસની વિગતો શેર કરી. બાંગર્વાના જણાવ્યા અનુસાર, આઈપીસીની કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 અને 61 અને આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી ડોક્ટરની ઓળખ કમલ નંદા તરીકે થઈ છે. પોલીસ 32 વર્ષીય ડોક્ટરની પૂછપરછ કરી રહી છે.
એકતરફા પ્રેમમાં ઉઠાવ્યુ આ પગલુ
રાજકોટ શહેર પોલીસમાં એસીપી ચિંતન પટેલ મુજબ આરોપી વર્ષ 2024 થી અત્યાર સુધી પીડિત ડોક્ટરને પરેશાન કરી બદનામ કરવાના ઈરાદાથી સતત દબાણ બનાવીને પૈસાની માંગ કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઈને છેવટે ડોકટરે ફરિયાદ નોંઘાવી. ફરિયાદકર્તાના ક્લિનિકમાં ડોક્ટર નાંઢા નામના ડોક્ટરે લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડર માં એક સ્પાય કેમરા ફિટ કરવામાં આવ્યો હતો. તેમાં બિલ્ટ-ઇન મેમરી કાર્ડ હતું. બલ્બ હોલ્ડર ચાલુ થતાં જ કેમેરા રેકોર્ડિંગ શરૂ કરી દેતો હતો અને વિડિઓઝ મેમરી કાર્ડમાં સેવ થઈ જતો હતો. આ સમગ્ર કેસના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. એ પણ સામે આવ્યું છે કે આરોપી ડૉક્ટર તે પીડિત ડોક્ટર સાથે કેમેરામા કેદ મહિલા ડૉક્ટરના એક તરફા પ્રેમમાં હતો.