Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતાની પુણ્યતિથિ પર જીરો કરી નાખ્યુ ખેડૂતોનુ દેવુ... અમરેલીના આ ઉદ્યોગપતિએ ખેંચી મોટી લાઈન - વીડિયો

babubhai jeeravala
અમદાવાદ. , મંગળવાર, 4 નવેમ્બર 2025 (11:41 IST)
babubhai jeeravala
ક્યારેય  તમે સાંભળ્યુ છે કે કોઈની ઉપર બેંકનુ કર્જ થયુ હોય અને કોઈ એકદમ આવીને ભરી દે.. આવુ ગુજરાતમાં એક બે લોકો સાથે નહી પણ ગામના 290 ખેડૂતો સાથે થયુ. તેમણે જ્યારે બેંક તરફથી તેમને નો ડ્યુઝનુ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ તો તેમની આંખોમાં આંસુ આવી ગયા.  આ સત્ય ઘટના અમરેલી જિલ્લાના જીરા ગામની છે. ગામના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલા વર્તમાન દિવસોમાં ચર્ચામાં છે  કારણ કે તેમણે નવા વર્ષના દિવસે તેમના ગામના તમામ ખેડૂતોને દેવામુક્ત કર્યા હતા. તેમણે તેમના ગામના ખેડૂતોને દેવામુક્ત કરવા માટે બેંકમાં 90 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ખેડૂતો છેલ્લા 30 વર્ષથી સહકારી બેંકના દેવાદાર હતા.
 
જીરા ગામ કરમુક્ત થયુ
અમરેલીમા જિલ્લામાં સાવરકુંડલા તહસીલ છે. આ તહસીલમાં જીરા નામનું એક ગામ આવેલું છે. આ સ્થળના રહેવાસી બાબુભાઈ જીરાવાલાએ તેમની માતાની પુણ્યતિથિ પર ગામના 290 ખેડૂતોનું  છેલ્લા 30 વર્ષનુ દેવું ચૂકવી દીધુ. આ માટે તેમણે 90 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમની આ મદદથી ગામના તમામ ખેડૂતો દેવામુક્ત થયા છે. બાબુભાઈ જીરાવાલાએ જણાવ્યું કે 1995 થી અમારા ગામમાં જીરા સેવા સહકારી મંડળીને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ સમિતિના તત્કાલીન સંચાલકોએ ખેડૂતોના નામે નકલી લોન લીધી હતી. આટલા વર્ષોમાં દેવું અનેકગણું વધી ગયું હતું.
 
ખેડૂતોને નહોતી મળી રહી સુવિદ્યાઓ 
બાબુ ભાઈ નેબે જણાવ્યુ કે ખેડૂતો સરકારી સહાય, લોન અને અન્ય લાભોથી વંચિત હતા. બેંકો ગામડાના ખેડૂતોને લોન આપતી ન હતી. ખેડૂતો લોન ન મળવાને કારણે પરેશાન હતા. ઉપરથી દેવાને કારણે જમીન પણ વેચી શકતા નહોતા. તેથી, મારી માતા ઈચ્છતી હતી કે ગામના ખેડૂતોનું દેવું તેમની પાસે રહેલા ઘરેણાં વેચીને ચૂકવવામાં આવે. જ્યારે બેંકમાં આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ખેડૂતો પર 89,89,209 લાખ રૂપિયાનું દેવું છે. બાબુભાઈએ જણાવ્યું કે હું અને મારા ભાઈ બેંક અધિકારીઓને મળ્યા. જ્યારે મેં તેમની સમક્ષ મારી ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે બેંક અધિકારીઓએ પણ નો ડ્યુઝ સર્ટિફિકેટ આપવામાં સહયોગ આપ્યો. બાબુભાઈએ કહ્યું કે અમે તે ચૂકવી દીધું અને બેંક તરફથી ખેડૂતોના નામે નો ડ્યુઝ સર્ટિફિકેટ મળ્યા પછી, અમે તે બધા ખેડૂતોને આપી દીધા છે. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે માતાની ઇચ્છા પૂર્ણ કરી અને માતાને સાચી શ્રદ્ધાંજલિ આપી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૈનિકે ફક્ત ચાદર માંગી હતી, અને સાબરમતી એક્સપ્રેસના એટેન્ડન્ટ આનાથી એટલો ગુસ્સે થયો કે તેણે તેની હત્યા કરી દીધી.