rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમમાં મુક્તિ નથી મૃત્યુ છે ... પ્રેમિકા SI ને સરપ્રાઈઝ આપવા પહોચ્યો પ્રેમી વકીલ, રૂમમાં અન્ય કોન્સ્ટેબલ સાથે બિભત્સ હાલતમાં જોતા કરી આત્મહત્યા, 30 તારીખે હતા લગ્ન

death
, મંગળવાર, 16 ડિસેમ્બર 2025 (11:34 IST)
Gwalior Lawyer SI Love Affair:  મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પાંચ વર્ષ લાંબી પ્રેમકહાનીનો તેમના લગ્નના 15 દિવસ પહેલા જ દુઃખદ અંત આવ્યો. યુવાન વકીલ મૃત્યુંજય ચૌહાણે તેની SI ગર્લફ્રેન્ડને એક કોન્સ્ટેબલ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃત્યુંજય ગોલે કા મંદિર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આદર્શપુરમ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેના મૃત્યુ બાદ, તેના પરિવારે મહિલા SI પર છેતરપિંડી સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસે કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી છે.
 
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, મૃત્યુંજય ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી મુરેનામાં તૈનાત એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર સાથે પ્રેમ સંબંધમાં હતો. તે લૉ ની પ્રેક્ટિસની સાથે પીએચડી પણ કરી રહ્યો હતો. બંનેની સગાઈ થઈ હતી અને 30 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. બધા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. મૃત્યુંજય ઘણીવાર તેની ગર્લફ્રેન્ડને મળવા મુરેના જતો હતો. ગયા શુક્રવારે, તે તેને સરપ્રાઇઝ આપવા માટે મુરેના ગયો હતો. આ મુલાકાત દરમિયાન, તેણે મહિલા સબ-ઇન્સ્પેક્ટરને તેના ઘરમાં એક કોન્સ્ટેબલ સાથે વાંધાજનક સ્થિતિમાં જોયો, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ. પરિવારનું કહેવું છે કે આ ઘટના પછી મૃત્યુંજય ઊંડા ડિપ્રેશનમાં આવી ગયો હતો. આત્મહત્યા કરતા પહેલા, તેણે સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું, જેમાં લખ્યું હતું, "પ્રેમમાં મુક્તિ નથી મૃત્યુ છે."
 
માતાને કૉલ કરીને બતાવી સંપૂર્ણ વાત 
પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે પ્રેમિકા મહિલા SI  સાથે વિવાદ થયા બાદ મૃત્યુંજયે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પણ પોલીસની તરફથી કોઈ કાર્યવાહી થઈ નહી. જેનાથી પરેશાન થઈને મૃત્યુંજયે માતાને કૉલ કરીને બધી વાત જણાવી હતી. પરિવારના લોકોનુ કહેવુ છે કે આ સમયે મૃત્યુંજય ખૂબ પરેશાન હતો. તે સતત રડી રહ્યો હતો. માતા શિવકુમારીએ પુત્રને વિશ્વાસ અપાવ્યો હતો કે બધુ ઠીક થઈ જશે.  
 
તપાસ પછી થશે કાર્યવાહી 
ગોલાનુ મંદિર પોલીસ સ્ટેશન SI  નરેન્દ્ર સિંહ ભદૌરિયાએ જણાવ્યુ કે બધી પહેલુઓથી મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ સામે આવશે તેમના મુજબ આગળની કાર્યવાહી થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો