Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પટનામાં જેડીયૂ નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા, સ્થાનીક લોકોએ કર્યો હંગામો

JDU leader Saurabh Kumar
, ગુરુવાર, 25 એપ્રિલ 2024 (13:00 IST)
JDU leader Saurabh Kumar
બિહારની રાજઘાની પટનામાં જેડીયૂ નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સૂચના મુજબ પુનપુન થાનાન્તર્ગત બડહિયાકોલમાં 24 એપ્રિલની રાત્રે 12.15 વાગ્યે લગભગ બે લોકોની અજ્ઞાત અપરાધીઓએ ગોળી મારી દીધી. ગોળી વાગવાથી યુવકનુ મોત થઈ ગયુ. જ્યારે કે બીજો યુવક ઘાયલ છે. મૃતકની ઓળખ જેડીયૂ નેત સૌરભ કુમારના રૂપમાં કરવામાં આવી. જ્યારે કે તેમના મિત્ર મુનમુન ઘાયલ છે.  
 
સ્થાનીક લોકોએ કર્યો હંગામો 
બે લોકોને ગોળી વાગવાના સમાચાર મળતા જ સ્થાનીક લોકો રસ્તા પર આવી ગયા અને રસ્તા પર ચક્કા જામ કરીને હંગામો કરવા લાગ્યા. મામલો વધતો જોઈને પટનાના સિટી એસપી પૂર્વી ભરત સોની પણ ઘટના સ્થળ પર પહોચ્યા. તેમને લોકોને સમજાવવાની કોશિશ કરે અને અપરાધીઓ વિરુદ્ધ કડક પગલા લેવાનો વિશ્વાસ બતાવ્યો.  બી જી બાજુ પાટલિપુત્ર લોકસભા ક્ષેત્રની આરજેડી ઉમેદવાર મીસા ભારતી પણ ઘટનાસ્થળ પર પહોચી અને લોકોને સમજાવ્યા.  ઘટના પછી પટનાનો પુનપુન NH 83 અનેક કલાકો સુધી જામ રહ્યો. જેને કારણે વાહનવ્યવ્હાર પ્રભાવિત રહ્યો.  

 
પોલીસે મામલો નોંઘીને તપાસ શરૂ કરી 
સિટી એસપી પૂર્વી ભરત સોનીએ જણાવ્યુ કે સૂચના પર ત્વરિત કાર્યવાહી કરતા ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.   જ્યા સૌરભ કુમારને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા જ્યારે કે તેનો મિત્ર મુનમુન કુમાર ઘાયલ છે. પ્રાથમિકી નોંધાવતા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
 
લગ્નના રિસેપ્શન પાર્ટીમાં ગયા હતા સૌરભ કુમાર 
પટનાના મસૌઢી એસડીપીઓ કનૈયા સિંહે જણાવ્યુકે સૌરભ કુમારના એક પરિચિતના ભાઈના લગ્નનુ રિસેપ્શન પાર્ટી હતી. જેમા પટના શિવ નગર પરસા બજાર રહેનારા સૌરભ કુમાર પોતાના મિત્ર મુનમુનની સાથે રિસેપ્શન પાર્ટીમાં આવ્યા હતા. રાત્રે ઘરે પરત ફરવા દરમિયાન અજ્ઞાત અપરાધીઓએ તેમને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપીને અપરાધી ફરાર થઈ ગયા છે.  હાલ અત્યાર સુધી અપરાધીઓનો કોઈ સુરાગ મળ્યો નથી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cbse board result 2024- આ દિવસે આવી રહુ છે ધોરણ 10 અને 12 નુ પરિણામ આ રીતે ચેક કરો