Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરમાં નરાધમ પિતાએ દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી

rape
, શનિવાર, 23 જુલાઈ 2022 (11:39 IST)
જામનગરમાં નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સગીર માસુમ પુત્રીને પોતાના હવસનો શિકાર બાનાવી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. જેથી પુત્રી ગર્ભવતી બની હતી. જેને લઈ ચકચાર મચી છે.આ બનાવ સામે આવતા નરાધમ પિતા પત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી છે. તો બીજી તરફ પોલીસે નરાધમ પિતાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રહતો અને મજુરીનો વ્યવસાય કરતો 44 વર્ષનો નરાધમ પિતાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવ સામે આવતા પોલીસ દફ્તર સુધી પહોંચ્યો છે. જેને લઈ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને માસુમ બાળકીનો કબજો સંભાળ્યો હતો તો નરાધમ પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કંડલા પોર્ટ ખાતે 48 કોર ફાઈબર ઓપ્ટીક નેટવર્ક આપ્યું, મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ કાર્યાન્વિત કરવાનો તખ્તો