Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરમાં નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

the video went viral on social media.
, બુધવાર, 22 જૂન 2022 (12:44 IST)
જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.મોડે સુધી આ તમાશામાં યુવતીને સમજાવટ કરવા કોઈ આગળ આવતું ન હતું. મોડેથી પોલીસ આવે તે પહેલા જ યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. પરંતુ તે પહેલા લોકોએ તેનો ગાળોથી ભરપુર વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ ટ્વિટર પર નશામાં ધૂત મહિલાનો વીડિયો વાઇરલ થયો હતો આ પહેલા પણ નશાની હાલતમાં એક મહિલા પોલીસ અધિકારી, ટેક્સી ડ્રાઈવર અને પસાર થતા લોકો સાથે દુર્વ્યવહાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કુલ 11 ક્લિપમાં આ સમગ્ર ઘટનાને કેદ કરવામાં આવી છે. ક્લિપ્સ ક્યાં શૂટ કરવામાં આવી છે તે સ્થાન હજુ ઓળખી શકાયું નથી. પરંતુ એવું લાગે છે કે આ ઘટના મહારાષ્ટ્રમાં ક્યાંક બની છે. કારણ કે પોલીસ અધિકારીનો બેજ મહારાષ્ટ્ર પોલીસનો છે અને વીડિયોમાં વાતચીત મરાઠીમાં થાય છે. જ્યારે મોડી રાત્રે ત્રણ છોકરીઓ પાર્ટીમાંથી પાછી આવતી હતી ત્યારે આ ઘટના બની હતી. સૌથી પહેલા એક યુવતીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharashtra Political Crisis Live: વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે શિવસેના, વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે શિવસેના, ભાજપામા ઉત્સાહ