Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઢોંગી બાબાનો 17 છોકરીઓ પર રેપ, શ્રીમંત બનવાની પુજાવિધિના બહાને યુવતીઓના ઉતરાવી દેતો હતો કપડા અને બનાવતો હતો વીડિયો

ઢોંગી બાબાનો 17 છોકરીઓ પર રેપ, શ્રીમંત બનવાની પુજાવિધિના બહાને યુવતીઓના ઉતરાવી દેતો હતો કપડા અને બનાવતો હતો વીડિયો
, ગુરુવાર, 7 માર્ચ 2024 (11:14 IST)
દેહવેપારના આરોપમાં એક સ્વયંભૂ બાબા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી. શ્રીમંત બનવાની ઈચ્છા રાખનારા લોકો માટે અનુષ્ઠાન કરવાની આડમાં બાબા આ રેકેટ ચલાવી રહ્યા હતા. રેકેટની તપાસ રાબોડીથી 15 વર્ષીય યુવતીના ગાયબ થયા બાદ શરૂ કરવામાં આવી. 
 
લાપતા પીડિતા વિરુદ્ધ અપહરણનો મામલો નોંધવામાં આવ્યો હતો. ઠાણે અપરાધ શાખાના એક અધિકારીએ શનિવારે કહ્યુ કે તપાસમાં 25 ફેબ્રુઆરીના રોજ અસલમ ખાન અને સલીમ શેખ નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન બંનેયે પોલીસને મુખ્ય આરોપી સાહેબલાલ વજીર શેખ ઉર્ફ યૂસુફ બાબા વિશે બતાવ્યુ. જેની થોડા સમય બાદ ધરપકડ કરવામાં આવી. 
 
અધિકારી કહ્યુ અમારી તપાસમાં જોવા મળ્યુ છે કે યૂસુફ બાબા અને તેના સહયોગીઓએ બ્લેક મેજીકના માઘ્યમથી ધન કમાવવાનુ વચન આપીને આર્થિક રૂપથી કમજોર યુવતીઓને લોભાવી. કેટલાક અનુષ્ઠાનમાં મહિલાઓને નગ્ન કરી દેવામાં આવતી હતી. તેમણે કહ્યુ કે આરોપીઓના મોબાઈલ ફોન પરથી અન્ય આપત્તિજનક પુરાવા સાથે આ અનુષ્ઠાનોના અનેક આપત્તિજનક વીડિયો જોવા મળ્યા છે. 
 
ઠાણે ક્રાઈમ બ્રાંચ યૂનિટના ઈંસ્પેક્ટર કૃષ્ણા કોકનીએ કહ્યુ કે અમારુ માનવુ છે કે આ ટોળીમા ઓછામાં ઓછા 17 લોકોને જાળમાં ફસાવ્યા. સાત ધરપકડ ઠાણે, પાલઘરના વસઈ અને પડોસી મુંબઈથી કરવામાં આવી. આ ટોળીમાં બે મહિલાઓ પણ સામેલ છે. 
 
આઈપીસીના હેઠળ અપહરણ, દુષ્કર્મ અને દગાબીજી તેમજ અન્ય અપરાધોનો મામલો રાબોડી પોલીસ સ્ટેશનમાં નોંઘવામાં આવ્યો છે અને આ રૈકેટની આગળ તપાસ ચાલુ છે. અધિકારી જણાવ્યુ કે આરોપીઓને યૌન અપરાધો દ્વારા બાળકોની સુરક્ષા  (POCSO) અધિનિયમ અને મહારાષ્ટ્ર માનવ બલિ અને અન્ય અમાનવીય અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ રોકથામ અને ઉન્મૂલન અધિનિયમ 2013 હેઠળ પણ આરોપ લગાવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad Fire - દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં લાગી આગ, એક બાળકનું મોત