Delhi Crime News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં સરકાર દ્વારા મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાના અનેક દાવા કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે મહિલાઓ અને છોકરીઓ બિલકુલ સુરક્ષિત નથી. તાજો મામલો બહારી ઉત્તરી જીલ્લાના નરેલા ઔધોગિક ક્ષેત્ર (Narela Industrial Area)નો છે. અહી બે લોકોએ એક 14 વર્ષીય બાળા સાથે સામુહિક દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખી. જો કે આ ધૃણાસ્પદ કાંડ કર્યા પછી 2 આરોપીઓમાંથી એકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ બાળકી 12 ફેબ્રુઆરીએ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી
બીજી બાજુ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 12 ફેબ્રુઆરીને પોતાના ઘરેથી આ છોકરી ગાયબ થઈ હતી. જ્યારબાદ તેના માતા પિતા અને ભાઈએ શોધખોળ શરૂ કરી. ત્રણ દિવસની શોધખોળ બાદ જ્યારે તે ક્યાય ન મળી તો પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અપહરણનો મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પીસીઆરને નરેલા ઔદ્યોગિક વિસ્તારના સન્નોઠ ગામના દુકાનદાર રાહુલ રાયનો ફોન આવ્યો કે તે થોડા દિવસો માટે કોઈ કામ માટે ઝાંસી ગયો છે. જ્યારે તે શનિવારે પરત આવ્યો અને દુકાન ખોલી તો તેને તેમાંથી દુર્ગંધ આવતી જોવા મળી. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બોરીઓમાં રાખવામાં આવેલી ગાયના છાણાના ઢગલા નીચે ગુમ થયેલી છોકરીનો આંશિક વિકૃત મૃતદેહ મળ્યો હતો. રાયે પોલીસને જણાવ્યું કે દુકાનના બે કર્મચારીઓ ગુમ છે. આ પછી પોલીસે તેઓ જ્યાં રહેતા હતા ત્યાં દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ મળ્યા ન હતા. બાદમાં, તેમાંથી એકને પોલીસે સોમવારે સન્નોઠના બહારના વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસ કેવી રીતે આરોપી સુધી પહોચી ?
ડીસીપી(Outer-Borth) બ્રિજેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે તેમણે 107 લોકોની પૂછપરછ કરી અને સાત ટીમો બનાવી, જેના કારણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઘટનાના ક્રમનું વર્ણન કરતાં અધિકારીએ કહ્યું કે આરોપીઓ દારૂ પી રહ્યા હતા જ્યારે તેમાંથી એકે છોકરીને તેના ઘરની બહાર જોઈ. તેઓએ છોકરીને ખાવાનું આપવાનું નાટક કર્યું અને તેના પર વારાફરથી દુષ્કર્મ કર્યુ. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે છોકરીએ તેને કહ્યું હતું કે તે તેના માતા-પિતાને બધું કહી દેશે. ત્યારબાદ ઓળખાઈ જવાના ડરથી, તેઓએ તેને પહેરેલા પ્લાઝો વડે તેનું ગળું દબાવી દીધું.
બંને આરોપીઓ યુપીના હરદોઈના રહેવાસી
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી તેના મજૂર પિતા, માતા અને ભાઈ સાથે સનોથ ગામમાં એક નાનકડા રૂમમાં રહેતી હતી. તે હાલમાં જ ત્યાં શિફ્ટ થયા હતા. આ ઉપરાંત મૃતકના માતાપિતાએ પોલીસને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તેમને લાગ્યું કે તેમની પુત્રી બહાર રમી રહી છે. તે પરત ન આવતાં તેઓએ શોધખોળ શરૂ કરી હતી. સાથે જ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી છે અને પાડોશી છે. તે પરિણીત છે અને મજૂરી કામ કરે છે.