દિલ્હી ડેયરડેવિલ્સના કપ્તાન ગૌતમ ગંભીરે રોયલ ચેલેંજર્સ બેંગલોર વિરુદ્ધ રવિવારે અહીં 37 રનોથી મળેલી જીત બાદ કહ્યું કે, તેમનું લક્ષ્ય સેમીફાઈનલમાં પહોંચવાનું છે અને ટીમ તેના માટે ઓછામાં ઓછા બે જીત વધુ નોંધાવવી પડશે.
ગંભીરે મેચ બાદ પત્રકારોને કહ્યું કે, બેગલોર પાસે કેટલાયે સારા આંતરાષ્ટ્રીય ખેલાડી હતાં પરંતુ 180 રનથી વધારેનો સ્કોરનો પીછો કરવા કોઈ પણ ટીમ માટે સરળ વાત હોતી નથી.
તેણે કહ્યું ટોસ જીતવો અમારા માટે ઘણો મહત્વપૂર્ણ રહ્યો જેના કારણે અમે સતત ચોથી જીત નોંધાવી. આ ઉપરાંત ડેનિયલ વેટોરીના આવવાથી ટીમની બોલીંગ મજબૂત થઈ ગઈ છે અને તે વિપક્ષી બેટ્સમેનો પર અંકુશ લગાડવામાં સફળ રહ્યાં છે. ગંભીરે રજત ભાટિયા અને પ્રદીપ સાંગવાનની પણ પ્રશંસા કરતા કહ્યું કે, આ બન્ને બેટ્સમેનોએ ઘણી સારી બોલીંગ કરી.