શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પોલ કોલિંગવુડ (અણનમ 75), વીરેન્દ્ર સહેવાગ (35) અને ડેવિડ વાર્નર (33) ની ઉપયોગી ઈનિંસના કારણે દિલ્હી ડેયરડેવિલ્સે રોયલ ચેલેંજર્સ બેંગલોરને 37 રનોથી હરાવ્યું.
પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી દિલ્હીએ પાંચ વિકેટ પર 184 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત તેજ રહી અને તેના બન્ને ઓપનર સહેવાગ અને વાર્નરે 4.2 ઓવરમાં 41 રન જોડી નાખ્યાં. સહેવાગ તો ક્રીજ પર આવતાની સાથે જ વિસ્ફોટક અંદાજમાં રમવા લાગ્યાં.
તેમણે 22 દડામાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી તાબડતોડ 35 રન બનાવી નાખ્યાં. કોલિંગવુડે 46 દડામાં ત્રણ ચોક્કા અને સાત ગગનચુંબી છક્કાઓની મદદથી અણનમ 75 રન બનાવ્યાં. જો કે, ટીમના 41 ના યોગ પર અભિમન્યુ મિથુને સહેવાગને આઉટ કરી દીધા. ત્યાર બાદ દિલ્હીની ત્રણ અન્ય વિકેટ માત્ર 90 રનમાં જ ખડી પડી. વાર્નર 22 દડામાં ત્રણ ચોક્કા અને બે છક્કાઓની મદદથી 33 રન બનાવીને આઉટ થયાં. કપ્તાન ગૌતમ ગંભીર એક રન પર જ દુર્ભાગ્યરૂપે રન આઉટ થઈ ગયા.
દિનેશ કાર્તિક છ રન જ બનાવી શક્યાં જ્યારે કેદાર જાદવ સાત પર આઉટ થયાં પરંતુ સતત વિકેટ પડવા છતાં પણ કોલિંગવુડ ટકેલા રહ્યાં. તેમણે પાંચમી વિકેટ માટે જાદવ સાથે 34 રનની ભાગીદારી નોંધાવીને ટીમને 100 રનને પાર પહોંચાડી. પાંચ વિકેટ પર 124 રન બન્યાં બાદ કોલિંગવુડે પોતાની આક્રમતા જાળવી રાખી. તેમણે છઠ્ઠી વિકેટ માટે આઈપીએલ થ્રી માં પોતાનો પ્રથમ મેચ રમી રહેલા ડેનિયલ વિટ્ટોરી (અણનમ 19) સાથે અવિજિત 60 રનની ભાગીદારી નોંધાવી.