Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Womens T20 World Cup 2023 - આજે ભારતની સેમિફાઇનલ, ઓસ્ટ્રેલિયા સામે 4 નોકઆઉટ મેચ હારી છે ટીમ ઈંડિયા, જાણો સંભવિત પ્લેઈંગ 11

womens T20 cricket
, ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આજે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર સાંજે 6.30 વાગ્યાથી રમાશે. આ વર્લ્ડ કપમાં ભારતની સામે આ સૌથી મોટો પડકાર છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ એકંદર T20 અને ODI વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 4 વખત હરાવ્યું છે. અમે માત્ર એક જ મેચ જીતી શક્યા છીએ.
 
ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધી 5 મુકાબલા રમાયા. 3માં ઓસ્ટ્રેલિયા અને 2માં ભારતને જીત મળી. 
 
આ ટૂર્નામેન્ટમાં બંને વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયા 3 માં અને ભારત 2 માં જીત્યું. આ પહેલા અગાઉની  T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ બંને ટીમો વચ્ચે રમાઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ આપણને 85 રનથી હરાવ્યું હતું.
 
ઓસ્ટ્રેલિયાનુ પલડું ભારે 
 
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યાર સુધી ટી20માં 30 ઈંટરનેશનલ મેચ રમાઈ. 7માં ભારત અને 22માં ઓસ્ટ્રેલિયાને જીત મળી. એક મુકાબલો ડ્રો રહ્યો.  ટી20 વર્લ્ડ કપ માં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. 
 
બંને ટીમોની પોસિબલ પ્લેઈંગ 11 
 
ભારત: હરમનપ્રીત કૌર (c), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (wk), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, શિખા પાંડે/રાધા યાદવ, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ.
 
ઓસ્ટ્રેલિયા: મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, બેથ મૂની, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, એનાબેલ સધરલેન્ડ, એલાના કિંગ, મેઘન શટ, ડી'આર્સી બ્રાઉન.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અગ્નિવીર બનવા માંગતા યુવાનો માટે સુવર્ણતક, લેખિત પરીક્ષામાં ભાગ લેવાં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ