Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Prithvi Shaw-Sapna Gill: પૃથ્વી શો ની વધી મુશ્કેલી, સપના ગિલે લગાવ્યા ગંભીર આરોપ અને નોંધાવી એફઆઈઆર

Prithvi Shaw
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (15:36 IST)
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો વિરુદ્ધ મંગળવારે સેલ્ફી વિવાદમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા ઈફ્લુએસર સપના ગિલના વકીલ અલી કાશિફ દેશમુખે આ વાતની માહિતી આપી છે. પૃથ્વી ઉપરાંત આશીષ સુરેન્દ્ર યાદવ, વૃજેશ અને અન્ય વિરુદ્ધ સપના ગિલ સાથે છેડછાડ અને અન્ય મામલામં અપરાધિક ફરિયાદ નોંધવામાં આવી છે. 
 
 અલી કાશિફ દેશમુખે જણાવ્યુ કે પૃથ્વી શૉ સહિત અન્ય લોકો પર ધારા 34, 120બી, 146, 146, 148, 149, 323, 324, 351, 354 અને 509
 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સેલ્ફી વિવાદ કેસમાં સપના ગિલને સોમવારે જામીન મળી ગયા હતા. ગિલની સાથે અન્ય ત્રણને પણ જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે મુંબઈમાં પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન સપના ગિલની પૃથ્વી શૉ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ તેમની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
 
ચાર લોકોની કરી હતી ધરપકડ 
 
આ મામલા પછી મુંબઈ પોલીસે સપના ગિલ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમા રજુ કરવામાં આવ્યા હતા.  જો કે કોર્ટે પોલીસની આરોપીઓની ચાર દિવસની રિમાંડની અરજી રદ કરી હતી.  ત્યારબાદ ગિલ, તેના મિત્ર શોભિત ઠાકુર અને બે અન્ય રુદ્ર સોલંકી અને સાહિલ સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
 
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ સોશિયલ મીડિયા પ્રભાવક અને અન્ય આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. સોમવારે અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દલીલો સાંભળ્યા બાદ તમામને જામીન આપ્યા હતા. ગિલે એડવોકેટ કાશિફ અલી ખાન મારફત દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ FIR સંપૂર્ણપણે ખોટા અને બનાવટી આરોપો પર નોંધવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દહેજમાં જૂનુ ફર્નીચર જોઈને વરરાજાને આવ્યો ગુસ્સો, કેંસલ કરી દીધા લગ્ન