Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (11:19 IST)
નવી દિલ્હી.. ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરૂવારે થયેલ રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેંર મોદીએ હાજરી આપી. રિસેપ્શન શરૂ થવાના લગભગ એક કલાક પછી મોદી પહોંચ્યા અને નવદંપત્તિને આશીર્વાદ આપ્યા. તેમણે બંને પરિવાર સાથે ફોટો પડાવ્યો. (Photo-Instagram)
લાલ અને સોનેરી રંગની બનારસી સાડીમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે કે વિરાટે કાળા રંગની શેરવાની પહેરી હતી. કોહલી અને અનુષ્કાના લગ્ન સૌથી ચર્ચિત લગ્નમાંથી એક છે.  આ બંને બુધાઅરે જ મોદીને રિસેપ્શનનુ આમંત્રણ આપવા પહોંચ્યા હતા. મોદી ઉપરાંત અહી દિગ્ગજ સચિન તેંદુલકર. ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ, પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવ, બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના અને આઈપીએલ ચેયરમેન રાજીવ શુક્લા પણ પહોંચ્યા. 
webdunia
રિસેપ્શનમાં લગભગ 1000થી વધુ મહેમાન પહોચ્યા હતા. તેમા વિરાટના એક પ્રશંસકને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ. એવુ કહેવાય છે જે જે સોફા પર આ જોડી બેસી હતી તે લગભગ પાંચ લાખ રૂપિયાનો હતો. રિસેપ્શનમાં 100 પ્રકારના પકવાન પીરસાયા હતા. સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ પણ મુંબઈ રિસેપ્શનમાં જોવા મળશે. કારણ કે 24 ડિસેમ્બરના રોજ અંતિમ ટી-20 અપ્છી બધા 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં થનારા રિસેપ્શનમાં સામેલ થશે.  27 ડિસેમ્બરના રોજ વિરાટ અને અનુષ્કા આખી ટીમ સાથે દક્ષિણ આફ્રિકા રવાના થઈ જશે.. જો કે અનુષ્કા જાન્યુઆરીના પહેલા અઠવાડિયે ભારત પરત આવશે. જ્યારબાદ અનુષ્કા પોતાની આવનારી ફિલ્મોનું શૂટિંગ પૂરુ કરશે.  બંનેના લગ્ન 11 ડિસેમ્બરના રોજ ઈટલીમાં થયા હતા. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજય રૂપાણીએ રાજ્યપાલને આપ્યું રાજીનામું હવે કાર્યકારી મુખ્યપ્રધાન રહેશે