ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે બારાબતી સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાને 93 રનથી હરાવી દીધુ. આ સાથે જ ભારતે ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 181 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. શ્રીલંકાઈ ટીમ સતત વિકેટ ગુમાવતી રહી અને 16 ઓવરમા6 87 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન ઉપુલ થરંગાએ બનાવ્યા. શ્રીલંકાના ફક્ત ત્રણ જ બેટ્સમેન અઢીના આકડા સુધી પહોંચી શક્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ યુજવેન્દ્ર ચહલે લીધી. કુલદીપ યાદવ અને હાર્દિક પાંડ્યાએ બે બે વિકેટ આપી. જયદેવ ઉનાદકટે એક વિકેટ લીધી.
શ્રીલંકાની ખુબજ નબળી શરૂઆત થઈ હતી. ઉપુલ થારંગાએ સૌથી વધુ 23 રન બનાવ્યા હતા જ્યારે કુસલ મેન્ડિસે 19 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવતા શ્રીલંકાની ટીમ માત્ર 87 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
રોહિત શર્માએ ટી-20માં પોતાના 1500 રન પુરા કરી લીધા છે. શ્રીલંકા વિરૂદ્ધ 15 રન બનાવતા જ આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ તે ટી-20માં 1500થી વધુ રન બનાવનાર ભારત તરફથી બીજો બેટ્સેમન બની ગયો હતો.