Mohammed Siraj and Umran Malik: ભારતીય ટીમના બેસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સોશિયલ મીડિયા પર ટ્રોલ અને વાયરલ થઈ રહ્યા છે. એટલા માટે તે પોતાની ગેમના કારણે નહીં પરંતુ એક વિવાદના કારણે યુઝર્સના નિશાના પર છે. વાસ્તવમાં બંને ખેલાડીઓએ તિલક લગાવવાની ના પાડી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લોકો તેમને ખરુ ખોટું કહી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં હોમ સીઝન રમી રહી છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ રમશે. આ માટે ટીમ હોટલ પહોંચી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ એક પછી એક હોટલમાં પ્રવેશી રહ્યા છે અને તેમને તિલક લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને તિલક નહોતું લગાવ્યું. સિરાજે પ્રવેશતાની સાથે જ તિલક લગાવતી મહિલાને ના પાડી. સાથે જ ઉમરાન મલિક પણ આવું જ કરે છે.
કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે કે સિરાજ અને ઉમરાન મલિક મુસ્લિમ હોવાના કારણે તિલક લગાવ્યા નથી. જોકે કેટલાક યુઝર્સ બચાવમાં કહી રહ્યા છે કે સિરાજ અને ઉમરાન મલિક સિવાય કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે જેમણે તિલક ન લગાવ્યુ. એક યુઝરે ટ્વીટ કર્યું કે, "સિરાજ અને ઉમરાને તિલક ન લગાવ્યું . કુલ 11 લોકો દરવાજામાંથી બહાર આવ્યા, જેમાંથી 7 લોકોએ તિલક લગાવ્યું અને 4એ ન લગાવું. સિરાજ, ઉમરાન, વિક્રમ રાઠોડ અને એક સહાયક સ્ટાફે તેને લગાવ્યું નહી. પરંતુ ભક્તોને માત્ર સિરાજ અને ઉમરાન જ દેખાતા હતા."
જો તમે વીડિયોને ધ્યાનથી જોશો તો મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ મોહને પણ તિલક લગાવ્યું નથી. આવી સ્થિતિમાં માત્ર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને નિશાન બનાવવું ખોટું છે.