Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયામાંથી આ ખેલાડી થઈ શકે છે બહાર, સંજૂ સૈમસનને મળશે એંટ્રી !!

sanju samson
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (14:32 IST)
ભારતીય ટીમે તાજેતરમાં જ શ્રીલંકા અને ન્યુઝીલેંડ વિરુદ્ધ 6-6 મેચોની કુલ ચાર વ્હાઈટ બૉલ સીરિઝ રમી છે. ખાસ વાત એ છે કે ચારેયમા ભારતીય ટીમને જીત પણ મળી છે. બે ટી20 શ્રેણી અને બે વનડે શ્રેણી ટીમ ઈંડિયાએ પોતાના નામ કરી છે.  આ ચાર શ્રેણીથી ટીમ ઈંડિયા જ્યા શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, શિવમ માવી જેવા અનેક સકાત્મક પહેલી ઉભરીને આવ્યા છે. તો બીજી બાજુ કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેના પર ટીમ ઈંડિયાએ વિચાર કરવાની જરૂર છે.  તેમા સૌથી ખાસ એ ખેલાડીનુ ફોર્મ જેને વનડેમાં ડબલ સેંચુરી મારીને ધૂમ મચાવી હતી પણ ત્યારબાદ તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે અમે વાત કરી રહ્યા છે ઈશાન કિશનની જેણે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વનડેમાં ડબલ સેંચુરી મારીને આખી દુનિયામાં ધૂમ મચાવી હતી. ત્યારબાદ જાણે કે તેની બેટને કાટ લાગી ગયો હોય. તેમણે એ ડબલ સેંચુરી પછી સતત બધાને નિરાશ કર્યા છે.  ત્યારબાદથી જ તેમને કુલ 9 ઈંટરનેશનલ મેચ રમી છે. જેમાથી 6 વનડે અને ત્રણ ટી20નો સમાવેશ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ 9 દાવમાં ઈશાનના કુલ મળીને 100 રન પણ બની શક્યા નથી. 
 
ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ ચટોગ્રામ વનડેમાં 131 બોલ પર ફટાફટ 210 રનની રમત રમી હતી. એ દાવમાં તેમણે એવી ધૂમ મચાવી કે ત્યારબાદ શ્રીલંકા વિરુદ્ધ વનડે શ્રેણીમાં તેમને તક ન મળતા સવાલ પણ ઉઠ્યા.  પરંતુ જ્યારે તેને ટી-20 સિરીઝમાં તક મળી અને પછી ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટી-20 બંનેમાં તે સતત ફ્લોપ રહ્યો. તેણે છેલ્લી 9 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં માત્ર 11.75ની એવરેજથી માત્ર 94 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 37 રન હતો. આ આંકડાઓ પરથી તમને ખ્યાલ આવી શકે છે કે કિશન કેવા ફોર્મમાં  છે.
 
ઈશાન કિશન થઈ શકે છે બહાર ! 
 
વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઇશાન કિશનના વર્તમાન ફોર્મને જોતા એવું લાગે છે કે તેને ઓસ્ટ્રેલિયા સામે 17 થી 22 માર્ચ સુધી રમાનારી ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં સ્થાન મળે તેવી શક્યતા નથી. જો કે તે ટેસ્ટ ટીમનો ભાગ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચ રમશે. ત્યાં પણ કેએસ ભરતને પ્રાથમિકતા મળી શકે છે. પરંતુ જો કિશનને ચારમાંથી કોઈપણ મેચમાં તક મળે છે અને તે કંઈક સારું કરે છે તો આ સમીકરણ પણ બદલાઈ શકે છે.
 
સંજૂ સૈમસનનુ થઈ શકે છે કમબેક ? 
 
સંજૂ સૈમસન ટી20 વર્લ્ડકપ 2022થી પહેલા સતત વનડે ટીમનો ભાગ રહ્યા હતા. તેમનુ પ્રદર્શન પણ શાનદાર રહ્યુ હતુ. પણ અચાનક તેમને વનડે ટીમમાંથી ડ્રોપ કરતા ટી20માં સામેલ કરવામાં આવ્યા. શ્રીલંકા વિરુદ્ધ તેઓ પહેલી ટી20 રમ્યા હતા પણ તેમના ઘૂંટણમાં મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા વાગી ગયુ અને તેઓ આખી સીરિઝમાંથી બહાર થઈ ગયા.  તાજેતરમાં જ તેમણે ઈંસ્ટાગ્રામ પર પોતાની ફોટો શેયર કરતા માહિતી આપી હતી કે તેઓ હવે ફીટ છે. અને કમબેક માટે તૈયાર છે.  આવામા જો ઈશાનને ડ્રોપ કરવામાં આવે છે તો કેએલ રાહુલ સાથે સંજૂ સેમસનનુ કમબેક થઈ શકે છે. જો કે એ માટે પણ આઈપીએલ 2023 ના પ્રદર્શન પર રહેશે સૌની નજર.   

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી અમદાવાદમાં જોવા મળશે, 7 ફેબ્રુઆરીથી લોકો જોઈ શકશે