rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયા કપના ફાઈનલમાં થઈ જશે ટીમ ઈંડિયાની સીધી એંટ્રી, હાથ રગડતા રહી જશે પાકિસ્તાન

Vaibhav Suryavanshi Century against UAE, Vaibhav Suryavanshi Batting, Vaibhav Suryavanshi Innings, വൈഭവ് സൂര്യവന്‍ശി
, શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 (14:59 IST)
India vs Sri Lanka U19 Asia Cup Semi Final: અંડર 19 એશિયા કપ 2025 ના હવે માત્ર ત્રણ જ દિવસ બચ્યા છે. પણ આ પહેલા જ વરસાદે વિધ્ન નાખ્યો છે.  ભારત અને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમે પણ સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ છે. આજે એટલે કે 19 ડડિસેમ્બરન રોજ તેની સેમીફાઈનલ છે, પણ વરસાદને કારણે મેચ થઈ શકી નથી. આ દરમિયાન જો મેચ નહી રમાય તો ટીમ ઈંડિયાની ફાઈનલમાં સીધી એંટ્રી થઈ જશે. પણ મેચ નહી રમાય તો પાકિસ્તાનને ભયંકર નુકશાન થવાની શક્યતા છે. ટીમ ટૂર્નામેંટમાંથી બહાર થઈ જશે.  
 
ભારત સીધુ ફાઈનલમાં, પાકિસ્તાનને લાગશે ઝટકો  
યૂ19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હતી. ભારતીય ટીમે પોતાની બધી મેચ જીતતા સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ  હતુ. બીજી બાજુ પાકિસ્તાનને મેચ હારવી પડી હતી અને ટીમ બીજા સ્થાન પર હતી.  હવે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો બીજા ગ્રુપની બીજા નંબરની ટીમ એટલે કે શ્રીલંકા સાથે થવાનો છે. તો બીજી બાજુ પાકિસ્તાની ટીમનો મુકાબલો બીજા ગ્રુપની પહેલા નંબરની ટીમ બાંગ્લાદેશ સાથે થશે.  આ બંને વચ્ચે મેચ ભારતીય સમય મુજબ સવારે સાઢા દસ વાગ્યાથી શરૂ થવો જોઈએ હતો. દસ વાગે ટૉસનો સમય હતો પણ એ સમય દુબઈમાં વરસાદ થઈ રહ્યો હતો.  
 
દુબઈમાં મેદાન ભીનુ હોવાથી મેચ ન રમાઈ શકી 
એશિયા કપના બંને સેમીફાઈનલ દુબઈમાં જ થવાના છે. જો કે ગ્રાઉંડ જુદા જુદા છે પણ તેનુ અંતર વધુ નથી. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે વરસાદ તો હવે બંધ થઈ ચુક્યો છે પણ મેદાન એટલુ ભીનુ છે કે મેચ રમી શકાતી નથી.  સવારે દસ વાગ્યાથી લઈને અત્યાર સુધી અંપાયર્સ અનેકવાર મેદાનમાં આવીને નીરિક્ષણ કરી ચુક્યા છે.  પણ તે અત્યાર સુધી મેચ શરૂ કરવા લાયક નથી થઈ શક્યુ.  આ દરમિયાન સમાચાર આવ્યા છે કે બપોરે બે વાગ્યા સુધી જો મેચ શરૂ થઈ શકી તો ઠીક છે પણ ત્યારબાદ પણ 20 ઓવરની મેચ કરાવવા પર વિચાર કરવામાં આવશે. એશિયા કપ વનડે ફોર્મેટ પર રમાય રહી છે, તેથી આ પૂરી 50 ઓવરની રમાય છે. 
 
સેમીફાઈનલ નહી રમાય તો ભારત અને બાંગ્લાદેશની ટીમો રમશે ફાઈનલ 
આમ તો મેચ કરાવવાની દરેક કોશિશ કરવામાં આવશે પણ જો છતા પણ મેચ નહી રમાય તો પોત પોતાના ગ્રુપમાં ટોપ કરવાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલ રમાશે.  ફાઈનલ મેચ પણ વધુ દૂર નથી. આ મેચ 21 ડિસેમ્બર એટલે કે રવિવારે રમાશે.  હાલ આશા કરીએ કે મેચ થઈ જાય જેથી જે પણ ટીમ સારુ રમે એ ફાઈનલમાં જાય. પણ હવામાન સાથ આપશે તો જ આવુ થશે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Price today- સોનું સસ્તું થયું...19 ડિસેમ્બરે ભાવમાં મોટો ઘટાડો થયો હતો, 24 હજાર, 22 હજાર, 18 કેરેટના નવીનતમ દરો જાણો.