ઈંડિયન પ્રીમિયર લીગની 19 મી સીઝનને લઈને ઑક્શન 16 ડિસેમ્બરના રોજ અબૂ ધાબીમાં સંપન્ન થઈ ગયુ. આ વખતે ઓક્શનમાં સૌથી વધુ ધનવર્ષા ભારતીય અનકૈપ્ડ ખેલાડીઓ પર જોવા મળી. જેમા એક નામ 23 વર્ષના ઝડપી બોલર અશોક શર્માનુ છે. જેમણે ગુજરાત ટાઈટંસ એ પોતાના સ્કવોડનો ભાગ બનાવ્યો છે. અશોકને લેવા પાછળનુ સૌથી મોટુ કારણ તેમનુ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવુ છે. જેમા આ વખતની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેઓ ઓલ ટાઈમ રેકોર્ડ તોડવામા સફળ રહ્યો. અશોક આ ટૂર્નામેંટમાં રાજસ્થાન તરફથી રમી રહ્યો હતો. જેમા તેની ટીમની યાત્રા સુપર લીગ સ્ટેજમાં પુરી થઈ ગઈ.
અશોક SMAT ની એક સીજનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં અશોક શર્માની ઘાતક બોલિંગ જોવા મળી જેમા તે હવે આ ટૂર્નામેંટના ઈતિહાસમાં એક સીજનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયો છે. અશોક શર્માએ કુલ 10 મેચોમાં રમતા 37.1 ઓવર્સની બોલિંગ કરી જેમા તે 15.64 ના એવરેજથી 22 વિકેટ પોતાને નામે કરવામાં સફળ રહ્યો. આશોકે આ દરમિયાન બે મેચોમાં 4-4 વિકેટ પણ મેળવી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં એક સીઝનમાં અશોક પહેલા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વડોદરાની ટીમના ઝડપી બોલર લુકમા મેરિવાલાના નામે હતો જેણે 2013-14 ની સીઝનમાં કુલ 21 વિકેટ મેળવી હતી. જેને હવે અશોકે ધ્વસ્ત કરવાની સાથે તેને પોતાને નામે કરી લીધો છે.
આઈપીએલ ઓક્શનમાં અશોકને લઈને ફ્રેંચાઈઝીમાં જોવા મળ્યો રસ
અશોક શર્માએ IPL હરાજીમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર પોતાનું નામ નોંધાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ ઉપરાંત, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે પણ તેમને પોતાની ટીમનો ભાગ બનાવવામાં રસ દાખવ્યો હતો, ત્યારબાદ ગુજરાતે આખરે 90 લાખ રૂપિયાની બોલી લગાવીને બોલી જીતી લીધી હતી. અશોક શર્મા આ પહેલા પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને KKRનો ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તેમને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો આપણે અશોકના અત્યાર સુધીના કરિયરની વાત કરીએ તો, તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફક્ત 4 મેચ રમી છે, જેમાં તેઓ 29.71 ની સરેરાશથી 14 વિકેટ લેવામાં સફળ રહ્યા છે.