બાંગ્લાદેશના પૂર્વ કપ્તાન તમીમ ઈકબાલને સોમવારની સવારે હાર્ટ અટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તમીમને મેચ રમવા દરમિયાન આવ્યો હાર્ટ અટેક
તમીમ સાવરમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શાઈનપુકુર ક્રિકેટ ક્લબ વચ્ચે ઢાકા પ્રીમિયર ડિવીજન ક્રિકેટ લીગ મેચ રમી રહ્યો હતો. ત્યારે તેને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવ્યો.
તમીમને હોસ્પિટલમાં નજર હેઠળ રાખવામાં આવ્યો છે. ક્રિકબજની રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ફીજિશિયન એ કહ્યુ કે મેચ દરમિય્ના તમીમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને તેમને નિકટના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યા તેમનુ ચેકઅપ કરવામાં આવ્યુ અને ECG કરવામાં આવ્યો. તેઓ અસહજ અનુભવી રહ્યા હતા અને ઢાકા પરત જવા માંગતા હતા. એક એમ્બુલેંસને બોલવવામાં આવી અને જ્યારે તેઓ હોસ્પિટલમાંથી મેદાનમા પરત આવી રહ્યા હતા ત્યારે તેમને ફરીથી છાતીમા દુ:ખાવો અનુભવ્યો. ત્યારબાદ તેમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જાણવા મળ્યુ કે તેમને ખૂબ મોટો હાર્ટ અટેક આવ્યો છે. હવે તેમને ફાજિલતુન્નેસ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ મુકવામાં આવ્યા છે.
તમીમે આ વર્ષે જાન્યુઆરીમાં ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તમીમ ઈકબાલે આ વર્ષે જાન્યુઆરીમાં ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. આ બીજીવાર હતુ જ્યારે તેમણે પોતાના કરિયરને અલવિદા કહ્યુ છે. તમીમે જુલાઈ 2023મા પણ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પણ 24 કલાકની અંદર જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
તમીમે બાંગ્લાદેશ માટે પોતાની અંતિમ મેચ સપ્ટેમ્બર 2023મા રમી. તેમણે ફેબ્રુઆરી 2007માં ઝિમ્બાબવે વિરુદ્ધ વનડે મેચ દ્વારા પોતાના ઈંટરનેશનલ કરિયરની શરૂઆત કરી.