Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

T20 World Cup 2022નો કાર્યક્રમ જાહેર

T20 World Cup 2022નો કાર્યક્રમ જાહેર
, મંગળવાર, 16 નવેમ્બર 2021 (14:05 IST)
આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન ટી-20 વર્લ્ડ કપ 2022
આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચો રમાશે. ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022ના રોજ MCG ખાતે યોજાશે. સેમિફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે તેવી પણ શક્યતા છે.
 
ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ રમાશે
T20 વર્લ્ડ કપ 2022નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ ICC ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમિફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ 9નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે 10 નવેમ્બરે બીજી સેમિફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે.
 
T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચો રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચો યોજાનાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૩ ખેલાડીઓ નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા