Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઋષભ માટે પ્રાર્થના કરવા મહાકાલ પહોચ્યા સૂર્યા-કુલદીપ અને સુંદર, ભસ્મ આરતીમાં થયા સામેલ, કહ્યુ - બસ પંત રિકવર થઈ જાય

ઋષભ માટે પ્રાર્થના કરવા મહાકાલ પહોચ્યા સૂર્યા-કુલદીપ અને સુંદર, ભસ્મ આરતીમાં થયા સામેલ, કહ્યુ - બસ પંત રિકવર થઈ જાય
, સોમવાર, 23 જાન્યુઆરી 2023 (13:26 IST)
ભારતીય ક્રિકેટર્સએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા. સૂર્ય કુમાર યાદવ, કુલદીપ યાદવ અને વૉશિંગતન સુંદર ભસ્મ આરતીમાં સામેલ થયા. મહાકાલનુ પંચામૃત પૂજન કર્યુ. ત્રણેયએ પોતાના સાથી ક્રિકેટર ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી. 
 
 ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરના હોલકર સ્ટેડિયમ પર વનડે મેચ રમાશે. મેચ માટે બંને ટીમો ઈન્દોર પહોચી ગઈ છે. ત્રણેય પ્લેયર્સ ઈન્દોરથી જ સવારે ઉજ્જેન આવ્યા. 
 
ભારતીય ક્રિકેટરોના મહાકાલ દર્શનની તસવીરો...

 
સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર (ડાબેથી જમણે) મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં 
 
 
સામાન્ય ભક્તોમાં સૂર્યકુમાર યાદવ. તેમણે કહ્યું કે અમે સખત મહેનત કરતા રહીશું, બાકી મહાકાલના હાથમાં છે.
 
ક્રિકેટર્સએ ગર્ભગૃહમાં જઈને ધોતી-સોલા પહેરીને મહાકાલનુ પંચામૃત અભિષેક કર્યો. ઉજ્જેન સાંસદ અનિલ ફિરોજીયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટર્સ સામાન્ય ભક્તોની વચ્ચે બેસ્યા. આસપાસ બેસેલા અનેક ભક્તો તેમને ઓળખી પણ ન શક્યા. ત્યારબાદ ત્રણેયએ સાધારણ ભક્તોની જેમ ગર્ભગૃહમાં દર્શન કર્યા. 
 
મહાકાલના દર્શન પછી સૂર્ય કુમારે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યુ, મહાકાલ દર્શન કરીને ખૂબ સારુ લાગ્યુ. શરૂઆથી અંત સુધી આરતી જોઈ. મન શાંત થઈ ગયુ. સૌથી જરૂરી ઋષભ પંતના સ્વસ્થ થવાની કામના કરી. તેઓ રિકવર થઈ જાય, બસ આ જ જરૂરી છે અમારા સૌ માટે. 
 
30 ડિસેમ્બર કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા પંત 
 
 ઈંડિયન ટીમના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયા તા. રુડકી પાસે તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ. પંતને આ દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘવાયા. તેઓ દિલ્હીથી કાર દ્વારા રુડકી જઈ રહ્યા હતા અને ખુદ ડ્રાઈવ કરી રહ્યા હતા. પંતની મુંબઈના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેમના ઘૂંટણની સર્જરી થઈ. તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - તમિલનાડુના મંદિરમાં ક્રેન પડી, 4 લોકોના મોત, ક્રેન પરથી લટકીને ભગવાનની મૂર્તિઓને માળા પહેરાવી રહ્યા હતા